Breaking News: કોંગ્રેસીઓએ ભાજપના કાર્યકરોને બરાબરના ફટકાર્યા, મતદાન કેન્દ્ર પર છૂટા હાથની મારામારીથી અફરાતફરી – જુઓ Video
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન દરમિયાન વાતાવરણ ત્યારે ગરમાયું, જ્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને બબાલ થઈ હતી.
ચૂંટણીના આ માહોલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં સામસામે આવ્યા હતા. અમદાવાદમાં કુબેરનગર વોર્ડમાં મતદાન વખતે બબાલ થઈ હતી. કુબેરનગરના વી વી તોમર મતદાન મથકમાં બબાલ ઉગ્ર બનતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, બોગસ વોટિંગ હોવાને કારણે બંને ઉમેદવારો આમને સામને આવ્યા હતા.
કુબેરનગર વોર્ડમાં આવેલી VV તોમર સ્કૂલમાં મતદાન દરમિયાન થયેલી બબાલ બાદ હવે ત્યાં પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. હાલમાં મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ વિવાદને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
કોંગ્રેસના ઉમેદવાર કામિની ઝાએ જણાવ્યું કે, “જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે ભાજપે આવીને માહોલ બગાડ્યો છે. પોતાની તરફેણમાં મતદાન ન થતું હોવાથી તેઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે.” બીજી તરફ ભાજપના ઉમેદવારે જણાવ્યું કે, “કોંગ્રેસના નેતાઓ ખોટું અને બોગસ મતદાન કરાવી રહ્યા હતા. એવામાં જ્યારે અમે આ બાબતે ચૂંટણી અધિકારી સાથે વાતચીત કરી રહ્યા હતા અને અવાજ ઉઠાવ્યો, ત્યારે અમારા પર અચાનક હુમલો કરવામાં આવ્યો.”
વધુમાં જોવા જઈએ તો, વડોદરામાં પણ હોબાળો જોવા મળ્યો હતો. વડોદરામાં વોર્ડ 14ના ઉમેદવારોના એજન્ટોની બબાલ થઈ હતી. વડોદરાના છીપવાડ વિસ્તારના મતદાન કેન્દ્ર પર આ ઘર્ષણ થયું હતું. આમાં પણ વોર્ડ નં-14માં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર અને સમર્થકો સામસામે આવી ગયા હતા.