Ahmedabad : ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું લેવલ 128 ફૂટ કરાયું, વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયા

Ahmedabad : ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીનું લેવલ 128 ફૂટ કરાયું, વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 5:49 PM

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયા બાદ નદીમાં પાણીની સપાટી 128 ફૂટ કરવામાં આવી છે. તેમજ ધરોઇ ડેમમાં પાણી અમદાવાદ પહોંચે તે પહેલા જ નદી ખાલી કરાવામાં આવી છે.

ગુજરાત(Gujarat)  અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના(Rain)  પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. જેના પગલે ધરોઈ ડેમના કુલ 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે હાલ સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં કાંઠા વિસ્તારના નીચાણ વાળા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ શહેરમાં ભારે વરસાદ અને ધરોઇ ડેમમાંથી પાણી છોડાયા બાદ નદીમાં પાણીની સપાટી 128 ફૂટ કરવામાં આવી છે. તેમજ ધરોઇ ડેમમાં પાણી અમદાવાદ પહોંચે તે પહેલા જ નદી ખાલી કરાવામાં આવી છે. તેમજ સાબરમતી નદી પરના વાસણા બેરેજના સાત દરવાજા ખોલવામાં આવ્યા છે.

ઉત્તર ગુજરાતની જીવાદોરી સાબરમતી નદી  પર આવેલા ધરોઈ ડે માં પણ છેલ્લા ચોવીસ કલાકથી પાણીની નોંધપાત્ર આવક થઈ રહી છે. સોમવાર મધ્યરાત્રીથી થઈ રહેલી પાણીની આવક ડેમની સપાટી સતત વધવા લાગી હતી. ધરોઈ ડેમ હવે તેની ભય જનક સપાટીથી નજીક છે. જેના પગલે ધરોઈ ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે. દર કલાકે 80 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. દર કલાકે ધરોઈ ડેમમાંથી 17 હજાર 950 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યુ છે. તો ધરોઈ ડેમની જળ સપાટી 618.27 ફૂટ પર પહોંચી છે.

ગુજરાતની જીવાદોરી નર્મદા સરદાર સરોવર ડેમની જળસપાટી 134.35 મીટર પર પહોંચી છે. ડેમમાં 6 લાખ 24 હજાર 418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 5 લાખ 63 હજાર 324 ક્યુસેક પાણીની ડેમમાંથી જાવક થઈ રહી છે. ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44 હજાર 532 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,792 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.

Published on: Aug 17, 2022 04:42 PM
g clip-path="url(#clip0_868_265)">