Ahmedabad : લાલદરવાજા બસ ટર્મિનસ ફરીથી થયું ધમધમતું, જાણો કેવી હશે સુવિધાઓ, જુઓ Video

અમદાવાદમાં લાલદરવાજા ખાતે અત્યાધુનિક CCTV કેમેરા થી સજ્જ અને આધુનિક કંન્ટ્રોલ કેબીન ધરાવતું અમદાવાદનું લાલ દરવાજા બસ ટર્મિનસ ફરીથી ધમ ધમતું કરવામાં આવ્યું છે. મહત્વનુ છે કે બિલ્ડીંગ ટેરેસ ઉપર સોલર પેનલોની સિસ્ટમ દ્વારા ટર્મિનસ તૈયાર કરાયું છે.

Jignesh Patel
| Edited By: | Updated on: Jun 05, 2023 | 4:58 PM

Ahmedabad:  લાલદારવાજા ટર્મિનસ ખાતે શહેરીજ્નોની સુવિધામાં વધારો થાય તે માટે વિશેષ સુવિધાઓ સાથે બસ ટર્મિનસ શરૂ કરાયું છે. લાલદરવાજા ટર્મિનસને અંદાજીત 8.88 કરોડનો ખર્ચે રિનોવેટ કરાયું છે. જે ટર્મિનસમાં મુખ્ય બિલ્ડીંગ, તેમજ ટર્મિનસ આર.સી.સી.રોડ તથા ડ્રેનેજ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

ટર્મિનસના બાંધકામ (બિલ્ડીંગ)ના એલીવેશન મોન્યુમેન્ટને ધ્યાને લઇ હેરીટેઝ થીમ ઉપર બનાવવામાં આવ્યું છે. હેરીટેજ બિલ્ડીંગમાં વપરાશમાં આવેલ મારબલ સ્પેશીયલ મારબલ ભરતપુર,રાજસ્થાન થી માંગાવવામાં આવ્યા છે જે મારબલની ખાસીયત એ છે કે તે માર્બલ જે સ્થળે લગાવ્યા હોય ત્યાં 4 થી 5 ડીગ્રી તાપમાન ઓછુ રહે છે. લાલદરવાજા ટર્મિનસ ઉપરથી ઓપરેટીંગ થતા બસ રૂટોની સંખ્યા 49 છે.

અવર જવર થતી કુલ બસ 118, રૂટની સંખ્યા 13, બસોની સંખ્યા 83, અવર જવર થતા પેસેન્જરોની સંખ્યા 2.25 લાખ, ટર્મિનસ બીલ્ડીંગના ગ્રા. ફ્લોર ઉપરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આસી.મેનેજર ઓફીસ, કેબીન ઇન્સપેકટર ઓફીસ, એસીડેન્ટ ઇન્સપેકટર ઓફીસ, બુકિંગ ઓફીસ, ઇન્કવાયરી ઓફીસ, પીવાના પાણીની સુવિધા (આધુનિક ફિલ્ટર હેવીડ્યુટી સ્ટોરેજ સાથે આરોગ્યપ્રદ પીવાના પાણીની વ્યવસ્થા), પ્રવાસીઓની ફરીયાદના નિકાલ માટે અલગ કંન્ટ્રોલરૂમની વ્યવસ્થા ઊભી કરાઇ છે.

ટર્મિનસના પ્રથમ માળના બાંધકામમાં વિવિધ સુવિધાઓ

ટર્મિનસ પર કેશ કલેકશન કેબન, મીટીંગ હોલ, ડીરેકટર ઓફ ટ્રાફીકની ઓફીસ, વી.આઇ.પી.વેઇટીંગ રૂમ, ઇલેક્ટ્રીક અને સોલર પાવર કેબીન, ટીકીટ મશીન રૂમ, કન્ટ્રોલ રૂમ તેમજ 9 નંગ કન્ટ્રોલ કેબીન વગેરે સુવિધાઓ છે. પ્લેટફોર્મ નં.1 થી 7 ઉપર બેઠક વ્યવસ્થા સાથે પાઇપ ફેબ્રીકેશન ઉપર ડેકોરેટીવ સ શેલ્ટર બનાવવામાં આવેલ છે. અંધ-અપંગ તથા શારીરીક ખોડખાપણવાળા મુસાફરોની સગવડતા માટેની અલગ વ્યવસ્થા આપવામાં આવેલ છે. દરેક પ્લેટફોર્મ ઉપર પ્રવાસીઓની સુવિધા માટે બસના રૂટ તથા સમયપત્રક માટે માહિતી ઉપલબ્ધ કરાવતા પબ્લીક ઇન્ફોર્મેશન સિસ્ટમ ગોઠવવામાં આવી છે.

હેરીટેજ લાલદરવાજા ટર્મિનસ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની સ્થાપના 1 લી એપ્રિલ 1947 માં કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ 32 રૂટો પર બસ સેવાનું સંચાલન કરવામાં આવે છે. અમદાવાદ શહેરને ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સીટી તરીકે જુલાઈ 2017 માં જાહેર કરવામાં આવ્યું હતું. જે ઘ્યાને રાખી શહેરના વારસાની યાદ કરાવવા લાલદરવાજા ટર્મિનસનું પુનઃનિર્માણ હેરીટેજ દેખાવ ધરાવતું કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સ્થાનિક પરિવહન સેવા માટે ભારતની સૌથી જૂની મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ છે, આજે અમદાવાદ શહેરની શાન ગણાતી અને હૃદય સમાન ગણાતી લાલ બસ સેવા એટલે AMTS 76 વર્ષની થઈ છે. પહેલી એપ્રિલ 1947ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની શરૂઆત થઈ હતી. ત્યારે બસની ન્યૂનત્તમ ટિકિટ એક આના (6 પૈસા) હતી. તે સમયે 32 રૂટ પર 60 બસો ચાલતી હતી. હાલ 150 ફુટ પર જનમાર્ગ અને એએમટીએસ સંચાલિત 1235 બસ શહેરમાં ફરી રહી છે.

અમદાવાદ શહેરમાં ઔધોગિક વિકાસની સાથે વસતિ અને વિસ્તારમાં સતત વધારો થયો છે. શહેરના કોટ વિસ્તારમાં વસતિની ભીડનો અનુભવ થાય છે અને તે સાથે મ્યુનિસિપાલિટીનો અધિકારક્ષેત્ર પણ વિસ્તૃત થયો છે. 1940માં ગીચતા ઘટાડવા માટે આસપાસના વિસ્તારોમાં હાઉસિંગ સોસાયટી અને વસાહતો શરૂ કરવામાં આવી હતી. અગ્રણી નાગરિકો, વકીલો, શ્રમિક નેતાઓ, ઉધોગપતિઓ અને વેપારીઓ તે દિવસોમાં મ્યુનિસિપલ સભ્યો તરીકે ચૂંટાયા હતા. જનરલ બોર્ડ મીટિંગમાં 10મી જૂન, 1940ના રોજ મ્યુનિસિપલ દ્વારા પ્રથમ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે, શહેરમાં પરિવહન સેવા શરૂ કરાશે. સને 1411 માં સ્થપાયેલ અમદાવાદ શહેરને ભારતના પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સીટી તરીકે જુલાઈ 2017 માં જાહેર કરવામાં આવ્યું છે. જે ઘ્યાને રાખી શહેરના વારસાની યાદ કરાવવા લાલદરવાજા ટર્મિનસનું પુનઃનિર્માણ હેરીટેજ દેખાવ ધરાવતું કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : સિવિલ હોસ્પિટલમાં રોબોટ અને ફાયરના સાધનો ધૂળ ખાતા નજરે પડ્યા, RMOએ કરી આ સ્પષ્ટતા

કુલ 0 થી 8 પ્લેટફોર્મ ઉપર અમદાવાદ શહેરના પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ એમ ચારેય દિશાઓમાં જવા-આવવા માટે આ ટર્મિનસ ઉપરથી ઉપડતી તેમજ પસાર થતી કુલ 62 રૂટો દ્વારા 201 બસોથી પ્રવાસીઓની અવર-જવર થાય છે અને અંદાજીત 1.60 લાખ પ્રવાસીઓને શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પોતાના રોજ બરોજના વ્યવહારો, નોકરી, ઘંઘા તેમજ સામાજીક કાર્યો અર્થ અવર-જવર કરવામાં મદદરૂપ થાય છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">