Ahmedabad: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ભેટી પડી દિવ્યાંગ દીકરી, જુઓ ભાવુક કરી દેતો વીડિયો

Ahmedabad: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ભેટી પડી દિવ્યાંગ દીકરી, જુઓ ભાવુક કરી દેતો વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 9:29 PM

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હસ્તે અમદાવાદ  (Ahmedabad) જિલ્લામાં વસતા 40 લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાનના આ કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. નાગરિકતાનું પ્રમાણપત્ર મળ્યા બાદ દિવ્યાંગ દીકરી ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને ભેટી પડી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની  (Harsh sanghvi) ઉપસ્થિતિમાં અમદાવાદમાં વસતા પાકિસ્તાની શરણાર્થીઓ  (Pakistani refugees) ભારતીય નાગરિકત્વ (Indian citizenship) આપવામાં આવ્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ  (Ahmedabad) જિલ્લામાં વસતા 40 લોકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ગૃહ રાજ્યપ્રધાનના આ કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. નાગરિકતાનું પ્રમાણપત્ર મળ્યા બાદ દિવ્યાંગ દીકરી ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને ભેટી પડી હતી. દિવ્યાંગ દીકરી રૂહીના માતાપિતાને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર અપાયું હતું. મહત્વનું છે કે અત્યાર સુધીમાં અમદાવાદમાં વસતા 1032 શરણાર્થીઓને ભારતીય નાગરિકતામાં આપવામાં આવી છે

દિવ્યાંગ દીકરી આભાર વ્યક્ત કરતા ભેટી પડી

Harsh sanghvi

ગૃહ રાજ્ય મંત્રીએ પણ ખૂબ હેતપૂર્વક દીકરીને  વ્હાલ કર્યું હતું.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગૃહરાજ્યમંત્રી એક પછી એક વારાફરતી  ત્યાં હાજર નાગરિકોને નાગરિકત્વ પ્રમાણપત્ર આપી રહ્યા હતા તે સમયે એક દિવ્યાંગ દીકરીને પણ આ  પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તે સમયે આ દીકરીને  શું કરવું  શું ન કરવું તે  ન સમજાતા, ખૂબ વ્હાલથી ગૃહરાજ્યમંત્રીને ભેટી પડી હતી.  ત્યાર બાદ તેમની સાથે હાથ મિલાવીને છૂટી પડી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ પણ ખૂબ હેતપૂર્વક દીકરીને  વ્હાલ કર્યું હતું.

 ગૃહરાજ્ય પ્રધાને રિવરફ્રન્ટ પર યોજાનારા કાર્યક્રમની કરી સમીક્ષા

વડાપ્રધાન મોદી  ગુજરાત પ્રવાસે અમદાવાદ તેમજ કચ્છ જવાના છે ત્યારે અમદાવાદ ખાતે પણ તેમના આગમનની તડામાર તૈયારી ચાલી રહી છે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી રિવરફ્રન્ટની મુલાકાત  લઇને રિવરફ્રન્ટ પર યોજાનારા કાર્યક્રમની તૈયારીઓની  સમીક્ષા કરી હતી.  તે સમયે પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.  નોંધનીય  છે કે  27 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે અમદાવાદ આવવાના છે

g clip-path="url(#clip0_868_265)">