Surat : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પગાર વધારા અંગે નિવેદન આપ્યું, કહ્યું પોલીસ કર્મીઓના પગારમાં વર્ષે 52 થી 96 હજારનો વધારો
ગુજરાતના (Gujarat) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પોલીસ જવાનોના પગાર વધારાના 550 કરોડના વધારાના પેકેજની પોલીસ(Police) કર્મીઓ જાહેરાતની માહિતી આપી હતી
ગુજરાતના (Gujarat) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પોલીસ જવાનોના પગાર વધારાના 550 કરોડના વધારાના પેકેજની પોલીસ(Police) કર્મીઓ જાહેરાતની માહિતી આપી હતી. જેમાં સરકારે કરેલા પોલીસ કલ્યાણ અંગેની માહિતી આપી હતી. તેમજ પોલીસ ગ્રેડ પે મુદ્દે આવેલી વિવિધ રજૂઆતો અને કમિટીની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અમલ પણ શરૂ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત સુરત શહેર પોલીસે તિરંગા યાત્રા યોજી હતી. ખટોદરા પોલીસ મથક દ્વારા આયોજિત ત્રિરંગા યાત્રાનું ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે પ્રસ્થાન કરાવાયું. જેમાં સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા આ ઉપરાંત ટ્રાફિકના જવાનો, બ્લેક કમાન્ડો સહિત પોલીસકર્મીઓ ત્રિરંગા યાત્રામાં જોડાયા હતા.સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોને તિરંગો આપ્યો હતો. હર ઘર ત્રિરંગા મુહિમને આગળ વધારવા હર્ષ સંઘવીએ લોકોને ત્રિરંગો ભેટ આપ્યો.દેશભક્તિના ગીતો સાથે ત્રિરંગા વિતરણ કરાયું હતું..સાથે જ તિરંગો ઘરે ઘરે લહેરાવવા માટે અપીલ પણ કરી. મહત્વનું છે કે, 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલશે જે અંતર્ગત લોકો પોતાના ઘર પર તિરંગો લહેરાવી શકશે.