Ahmedabad: હર્ષ સંઘવીએ નરોડા એસટી વર્કશોપની મુલાકાત દરમિયાન વધુ 900 એસટી દોડાવવાની કરી જાહેરાત
રાજ્યકક્ષાના વાહનવ્યવહાર વિભાગનો હવાલો સંભાળ્યા બાદ હર્ષ સંઘવી (Harsh sanghvi) એક્શન મોડમાં છે. તેમણે નરોડા એસ.ટી. વર્કશોપની મુલાકાત લઈ, અહીં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજ્યમાં ગુજરાત એસટી દ્વારા પરિવહન કરતા મુસાફરોની સગવડમાં વધારો થાય તે માટે વધારાની 900 બસો દોડાવાવનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે વાહન વ્યવહાર વિભાગનો હવાલો સંભાળનારા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યના મુસાફરોને પરિવહનમાં સુવિધા રહે તે માટે આગામી એક મહિનામાં એસ.ટીની વધુ 900 બસ દોડશે. જેમાં 200થી વધુ સ્લીપર બસ પણ મુકાશે.લોકોને બસની વધુ સુવિધા મળે અને છેવાડાના ગામડા સુધી બસની વ્યવસ્થા પહોંચી શકે તે માટે એસ.ટી.તંત્રએ વધુ બસ મૂકવાનો નિર્ણય કર્યો છે.
વાહનવ્યહાર વિભાગનો હવાલો સંભાળ્યા બાદ હર્ષ સંઘવી એકશન મોડમાં
રાજ્યકક્ષાના વાહનવ્યવહાર વિભાગનો હવાલો સંભાળ્યા બાદ હર્ષ સંઘવી એક્શન મોડમાં છે. તેમણે નરોડા એસ.ટી. વર્કશોપની મુલાકાત લઈ, અહીં ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. નરોડા વર્કશોપ ગુજરાતનું સૌથી મોટું વર્કશોપ છે. જે 51 એકરમાં ફેલાયેલું છે તેમણે એસ.ટી. વર્કશોપની મુલાકાત લઇને જરૂરૂ સૂચન કર્યા હતા તેમજ રાજ્યમાં લાખો લોકો એસટી દ્વારા રોજબરોજ પરિવહન કરે છે તેમની સુખાકારી માટે એસીટ તંત્ર વધારે સુવિધાઓ આપશે તેમ પણ જણાવ્યું હતું.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નરોડા ખાતે એસટીને લગતા વિપવિધ સ્પેરપાર્ટસના કામ કેવી રીતે થાય છે તે સમગ્ર કામગીરી પણ નિહાળી હતી તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
