Breaking News : અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 16, 2024 | 10:28 PM

અમદાવાદના નહેરુનગર માણેકબાગ રોડ ખાતે ગોળીબારની ઘટના બની છે. શાકભાજીના વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ઇજાગ્રસ્ત વેપારી હાલ જીવરાજ મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.

અમદાવાદમાં ફરી એક વાર ફાયરિંગની ઘટના બની છે. વેપારી પર એક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની ઘટના બની છે. શાકભાજીના વેપારીની દુકાન પર ઘટના બની. ઇજાગ્રસ્ત વેપારી સારવાર હેઠળ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

મળતી માહિતી મુજબ કાનના ભાગે ગોળી વાગતા ગંભીર ઇજા થઈ છે. પોઈન્ટ બ્લેન્ક થી ફાયરિંગ થતાં વેપારી ઇજાગ્રસ્ત થાયો હતો. બે લોકો આવ્યા હતા જેમાંથી એક વ્યક્તિએ ફાયરીંગ કર્યું. અને ફાયરિંગ કરી આ ઇસમો ફરાર થઈ ગયા હતા. હાલ સુધી આરોપીઑની કોઈ ઓળખ થઈ નથી.

આસપાસના વિસ્તરના CCTV ચેક કરી આ તમામ બાબતે તપાસ આગળ હાથ ધરવામાં આવશે. કામ કરતાં કારીગર પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની છે.

Published on: Nov 16, 2024 10:20 PM