અમદાવાદ : વિકાસથી ઘટ્યું બે શહેર વચ્ચેનું અંતર, એસજી હાઈવે પર કુલ 14 બ્રિજનું નિર્માણ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે ગાંધીનગર-સરખેજ હાઈવેની 10 વર્ષ પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. સાથે જ આ માર્ગનો જે વિકાસ થયો છે તે માટે કેન્દ્ર સરકારે 10 વર્ષ પહેલા જ પ્લાન બનાવ્યો હતો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 3:35 PM

અમદાવાદથી ગાંધીનગર સુધીનું અંતર હવે ઘટી ગયું છે. સોલા ઓવરબ્રિજથી ગોતા સુધીના અઢી કિલોમીટરના એલિવેટેડ બ્રિજનું આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું. આંકડાની વાત કરીએ તો 913 કરોડના ખર્ચે ઉજાલાથી ગાંધીનગર સુધી કુલ 14 બ્રિજનું નિર્માણ અને નવિનીકરણ કરવામાં આવ્યું છે. પહેલા આ રસ્તા પર જે ટ્રાફિકનું નિર્માણ થતું હતું. તેનાથી વાહનચાલકો ખૂબ જ પરેશાન થતા હતા. પરંતુ હવે વિકાસ કાર્યોને કારણે આ મુશ્કેલીનો અંત આવ્યો છે. આ દરમિયાન ટીવીનાઈને અડાલજથી ઉજાલા ચોકડી સુધી પહોંચવામાં કેટલો સમય લાગ્યો છે તેનું રિયાલીટી ચેક કર્યું. અને તે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ગાડીમાં.

આ તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે ગાંધીનગર-સરખેજ હાઈવેની 10 વર્ષ પહેલાની સ્થિતિ અને આજની સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. સાથે જ આ માર્ગનો જે વિકાસ થયો છે તે માટે કેન્દ્ર સરકારે 10 વર્ષ પહેલા જ પ્લાન બનાવ્યો હતો અને તે પ્લાન પ્રમાણે એસજી હાઈવે આજે વાહનચાલકો માટે સંપૂર્ણપણે ટ્રાફિકમુક્ત થયો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથેની આ ખાસ ચર્ચા દરમિયાન અમારી ટીમ ઉજાલા ચોકડી સુધી પહોંચી. માનવામાં ન આવે તેટલા ઓછા સમયમાં અડાલજથી ઉજાલા ચોકડી સુધીનો માર્ગ કપાયો.

આ પણ વાંચો : T20 WC: પાકિસ્તાન સતત 3 જીત સાથે સેમિફાઈનલમાં પહોંચવાની નજીક, શોએબ મલિકે ટીમ ઈન્ડિયાને સફળતાનો શ્રેય આપ્યો

આ પણ વાંચો : PAK vs NAM, T20 World Cup, LIVE Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકો છો

Follow Us:
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
g clip-path="url(#clip0_868_265)">