અમદાવાદના લોકોની સુવિધામાં વધારો, હવે એરપોર્ટ સુધી જવું હવે બનશે સરળ, આ છે કારણ
અમદાવાદ કોર્પોરેશને નવા વર્ષમાં નાગરિકોની ભેટ આપી છે. ડફનાળાથી કેમ્પ સદર સુધીનો રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થયું છે. 1.25 કિલોમીટરના રોડ માટે 20 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું. માર્ગનું નિર્માણ થતા વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મુક્તિ મળશે. મહત્વનુ છે કે રોડ બનતાની સાથે ગણતરીના મહિનામાં રિવરફ્રન્ટની મુસાફરી વધુ સરળ બન્યા છે.
નવા વર્ષમાં કોર્પોરેશનની નાગરિકોને પ્રથમ ભેટ મળી છે. સાબરમતી રિવરફ્રન્ટ ના ફેઝ ટુ અંતર્ગત 1.25 કિલોમીટરનો રોડ ડફનાળાથી કેમ્પ સદર સુધીનો રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થયું છે. ડફનાળાથી એરપોર્ટ સુધી જવું સરળ હવે સરળ બનશે. લોવર પૉમીનાર અને અપર પૉમીનારનું 1.25 કિલોમીટરનું કામ પૂર્ણ કરશે. લોવર પૉમીનાર અને અપર પૉમીનારના એરપોર્ટ થી આગળના કામ માટે ત્રણ એજન્સી કામ પર લગાવવામાં આવી છે.
1.25 કિલોમીટરનો રોડ 20 કરોડનો ખર્ચ નું ટેન્ડર બહાર પાડી દેવાયું છે. મહત્વનુ છે કે રોડ બનતાની સાથે ગણતરીના મહિનામાં રિવરફ્રન્ટની મુસાફરી વધુ સરળ બન્યા છે. શાહીબાગ ડફનાળા થી એરપોર્ટ સુધીના ટ્રાફિક માંથી વાહન ચાલકોને મુક્તિ મળશે. નવા વર્ષમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો વધુ લાભ નાગરિકોને મળશે.
આ પણ વાંચો : અમદાવાદીઓને નવા વર્ષે નવી ભેટ, મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને શું આપ્યું વચન ? જુઓ વીડિયો





