Ahmedabad: અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં બંગલામાંથી કોકેઈન ઝડપાયુ, મુંબઈથી યુવતીઓ મારફતે લવાતુ હતુ, જુઓ Video
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે એક બંગલામાં દરોડો પાડતા કોકેઈન મુળી આવ્યુ છે. શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી.
અમદાવાદ શહેરમાંથી વધુ એક વાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે એક બંગલામાં દરોડો પાડતા કોકેઈન મુળી આવ્યુ છે. શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. જેના આધારે દરોડો પાડતા નશીલો પદાર્થ મળી આવ્યો હતો. અમદાવાદ શહેરના ભુદરપુરા વિસ્તારમાં આવેલા એક બંગલામાં દરોડો પાડતા તેમાંથી આ કોકેઈન મળી આવ્યુ હતુ.
સિટી ક્રાઈમ બ્રાન્ચને પ્રાથમિક રીતે જાણવા મળ્યુ છે કે, કોકેઈનને મુંબઈથી યુવતીઓ મારફતે લાવવામાં આવતુ. ક્રાઈમ બ્રાન્ચે 29 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યુ છે. પોલીસે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. કોકેઈનને કોને પહોંચાડવાનુ હતુ અને તે કોને આપવાથી લઈ તેમને કોણે આપ્યા સુધીની તમામ કડીઓ મેળવવા માટેની તપાસ શરુ કરી દેવામાં આવી છે.
