Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

પુત્રના પ્રેમમાં પોતાને ત્રાસદાયક વેણ સાંભળવા પડતા પિતાએ આપઘાત કરી લીધો હતો. તો બીજી તરફ યુવકે પણ બાદમાં સગીરા સાથે મળીને ઝેરી દવા પી ગળે ફાંસો ખાઈ લીધો હતો.

Love Story એ પરિવાર ઉજાડી દીધો, પિતા-પુત્રનુ આપઘાતમાં મોત, સગીર પ્રેમિકાના 6 સગા સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
પ્રેમિકાના પરિવાર સામે દુષ્પ્રેરણનો ગુનો
Follow Us:
| Updated on: Aug 27, 2023 | 10:32 AM

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં એક ઘટના સમાજ માટે ખૂબ જ ચોંકાવનારી છે. બાળકોનુ એક પગલુ પરિવારને તહશનહશ કરી દેવાના ઉદાહરણ સ્વરુપની આ ઘટનામાં ઘણી શીખ આજના યુવાનો અને વાલીઓએ લેવા સ્વરુપ છે. પુત્રના પ્રેમમાં પોતાને ત્રાસદાયક વેણ સાંભળવા પડતા પિતાએ આપઘાત કરી લીધો હતો. તો બીજી તરફ યુવકે પણ બાદમાં સગીરા સાથે મળીને ઝેરી દવા પી ગળે ફાંસો ખાઈ લીધો હતો. આમ પરિવારજનોની મરજી વિરુદ્ધ લગ્ન કરવા જતા પિતા અને પુત્ર બંનેએ પોતાના જીવ ગુમાવ્યા છે.

માલપુરના એક ગામની સગીરા અને ગામનો જ યુવક લગ્નના ઈરાદે ભાગી ગયા હતા. ગ્રામજનો અને પરિવારજનોએ બંનેની શોધ કરી હતી, પરંતુ બંનેનો પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન સગીરાના પરિવારજનોએ પોતાની દીકરી પરત લાવી આપવા માટે યુવકના પિતા અને પરિવારજનોને ધાક-ધમકીઓ ઘરે જઈને આપી હતી. જેને લઈ યુવકના પિતાને લાગી આવ્યુ હતુ અને ત્રાસ અસહ્ય થઈ પડતા પોતાના જ ઘરમાં જ ગળેફાંસો ખાઈ લીધો હતો.

પ્રેમી યુગલે પણ દવા પી લીધી

બીજી તરફ, પિતાના મૃત્યુના બાદ પુત્રની પણ લાશ ગામથી થોડેક દૂરથી મળી આવી હતી. પ્રેમી યુવકે પોતાની પ્રેમિકા સગીરા સાથે મળીને ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ બંને જણાએ ગળે ફાંસો ખાધો હતો. જેમાં પ્રેમી યુવક વિશાલનુ મોત નિપજ્યુ હતુ. જ્યારે ઝેરી દવા પીધા બાદ તરફડીયા મારતા સગીરાનો ફાંસો છૂટી જતા તે સદનસીબે બચી જવા પામી હતી. જેને લઈ સ્થાનિકોની જાણમાં આવતા સગીરાને સારવાર માટે મોકલવામાં આી હતી. આમ પ્રેમ લગ્ન કરવાના ઈરાદામાં પિતા અને પુત્રએ જીવ ગુમાવ્યો તો, બીજી તરફ હવે સગીરાના પરિવારના જ 6 સભ્યો દુષ્પ્રેરણના ગુનામાં જેલના સળીયા ગણશે. આમ બંને પરિવારની સ્થિતિ હાલતો વેર વિખેર બની ચૂકી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો

હવે માલપુર પોલીસે ઘટનામાં 6 આરોપીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. આરોપીઓએ પ્રેમી યુવકના પિતાને ઘરે જઈને આપેલ અસહ્ય ત્રાસને લઈ ગુનો દાખલ કરી ને માલપુર પોલીસે હવે આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે. મૃતક સોમાભાઈ કાળાભાઈ ચમારને તેમનો પુત્ર સગીરાને લઈને ફરાર થઈ ગયો હતો. લગ્નના ઈરાદે તે લઈને ફરાર થયા બાદ ઘરે પરત નહીં ફરતા સગીરાના પરિવારજનોએ પુત્રીની શોધ શરુ કરી હતી.

પુત્રીનો કોઈ જ પત્તો નહીં લાગતા ગુસ્સે ભરાયેલ પરિવારજનો સીધા જ યુવકના ઘરે પહોંચ્યા હતા. જ્યાં યુવકના પિતાને કહ્યુ હતુ કે, અમારી દીકરી તમારો દીકરો ભગાડી લઈ ગયો છે. તેને શોધીને અમને પરત કરી દો. જ્યાં સુધી દીકરી પરત નહીં આપો ત્યાં સુધી અમે તમને ગામમાં નહીં આવવા દઈએ અને આવશો તો તમારા ઘરને સળગાવી દઈશુ. આમ પ્રેમી યુવકના પિતાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ World Cup 2023: વનડે વિશ્વકપની ટિકિટ મેળવવા ક્રિકેટ રસિયાઓની પડાપડી, વેબસાઈટ અને એપ ઠપ થઈ ગઈ!

અરવલ્લી સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">