અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, આર્યન બંગલો હરીવિલા એપાર્ટમેન્ટ, શાયોના દર્શન માં કમર સુધી પાણી ભરાયા- Video

અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, આર્યન બંગલો હરીવિલા એપાર્ટમેન્ટ, શાયોના દર્શન માં કમર સુધી પાણી ભરાયા- Video

| Edited By: | Updated on: Jul 23, 2026 | 8:36 PM

અમદાવાદમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. ત્યારે ચાંદલોડિયા વિસ્તાર જળમગ્ન બન્યો છે. સવારથી લોકો સોસાયટીની બહાર નીકળી શક્યા નથી. છેલ્લા 10 વર્ષથી આ જ પ્રકારની હાલાકી હોવાથી કોર્પોરેશન સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

અમદાવાદમાં સવારથી વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. સવારથી સમગ્ર શહેરમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ રૌદ્ર રૂપ બતાવી રહ્યા છે. શહેરમાં અનેક માર્ગો જળમગ્ન બન્યા છે. ત્યારે ચાંદલોડિયા વિસ્તાર પણ પાણીમાં ડૂબ્યો છે. સમી સાંજે વરસાદ બાદ ચાંદલોડિયા રોડ પર કમર સુધી પાણી ભરાયા છે. ચાંદલોડિયા સેક્ટર 5, આર્યન બંગલો, હરી વિલા એપાર્ટમેન્ટ, શાયોના દર્શન, જજીસ બંગલોમાં પાણી ભરાયા છે. સવારથી લોકો સોસાયટી બહાર નીકળી શકતા નથી.

છેલ્લા ઘણા વર્ષો થી આ જ પ્રકારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સ્થાનિકો ત્રાહિમામ થયા છે અને કોર્પોરેશન સામે આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે. જો વધુ વરસાદ આવશે અને જળસ્તર વધશે તો લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી AMC ના અધિકારીઓને રજૂઆત કરવા છતા દર ચોમાસાએ આ જ હાલાકી વેઠવી પડે છે. કોર્પોરેશનની ચૂંટણી સમયે દિવસમાં 4-4 ફેરા લગાવતા કોર્પોરેટરો હાલ ફરક્યા પણ નથી. કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર જોવા પણ આવ્યા નથી. માત્ર પોલીસની મદદ મળી રહી છે. વાહનોમાં અટવાયેલા લોકોને પોલીસ મદદ કરી બહાર રસ્તો ઓળંગવામાં મદદ કરી રહી છે.

Input Credit- Mihir Soni- Ahmedabad

અમદાવાદમાં મૂશળધાર વરસેલા વરસાદે ખોલી નાખી તંત્રના ખોખલા દાવાની પોલ, કરોડોના પ્રોજેક્ટ 7થી8 ઈંચ વરસાદમાં ધોવાયા

Published on: Jul 23, 2026 08:35 PM
Follow Us