Ahmedabad Breaking News: મોટા અધિકારીઓ સાથેના ફોટાથી જીતતા હતા વિશ્વાસ, ઠગ દંપતીએ 15 લોકોને ફસાવી ₹20 કરોડથી વધુની છેતરપિંડી કરી
અમદાવાદમાં એક સનસનાટીભર્યો છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે, જેમાં મોટા અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ સાથેના ફોટા બતાવી લોકોનો વિશ્વાસ જીતનારા ઠગ દંપતીની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ અત્યાર સુધીમાં લગભગ 15 જેટલા લોકોને પોતાની જાળમાં ફસાવી 20 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી છે.

24 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ
પોલીસના જણાવ્યા અનુસાર, મહેસાણાના એક વેપારી સાથે દંપતીએ 2.27 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ફરિયાદી થોડા સમય પહેલા કેનેડા ગયા હતા, જ્યાં તેમની સાથે 24 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.
આ ઘટનાની જાણ આરોપીને થતાં તેણે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ સરકારી વિભાગોમાં પોતાની ઊંચી ઓળખાણ હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો અને તેમની રકમ પરત અપાવવાનું વચન આપ્યું. આ બહાને તેણે ફરિયાદી પાસેથી 2 કરોડ 27 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
પહેલી પત્નીની હત્યા કરી
પોલીસ તપાસમાં આરોપીની ગુનાહિત કુંડળી પણ બહાર આવી છે. આરોપી અગાઉ ટ્રક ડ્રાઇવર અને પથ્થરની ખાણમાં સામાન્ય કર્મચારી તરીકે કામ કરતો હતો. ઝડપથી અમીર બનવાની લાલસામાં તે ગુનાખોરીના માર્ગે ચડી ગયો હતો. વર્ષ 2012માં તેણે સુરતના રાંદેર વિસ્તારમાં પોતાની પહેલી પત્નીની હત્યા કરી હતી. જેલમાંથી છૂટ્યા બાદ વર્ષ 2019થી તેણે બીજી પત્ની સાથે મળીને લોકોને ઠગવાનું શરૂ કર્યું હતું.
તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે છેતરપિંડીથી મેળવેલા નાણાંથી આરોપીએ અમદાવાદમાં એક અને સુરતમાં બે ફ્લેટ ખરીદ્યા હતા. ઉપરાંત તેની પાસેથી 5 કરોડ રૂપિયાથી વધુ કિંમતની 6 વૈભવી કાર પણ મળી આવી છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને અન્ય ભોગ બનનારાઓની પણ વિગતો એકત્રિત કરી રહી છે.
Breaking News : ગીર સોમનાથના ઉનામાં સગીરોને કેફી પીણું પીવડાવ્યાનો આરોપ, તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા, જુઓ Video