Ahmedabad Breaking News: ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા, 1,111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 15, 2026 | 9:59 AM

ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ કંપનીઓની મનમાની, જમીન અધિગ્રહણ, દેવા માફી, પાક વીમો, મફત વીજળી અને પાકના પોષણક્ષમ ભાવ સહિતના અનેક પ્રશ્નોને લઈને આ રેલી યોજવામાં આવી છે. ખેડૂતોનો આરોપ છે કે અનેક વિસ્તારોમાં મંજૂરી અને યોગ્ય પ્રક્રિયા વિના ખેતરોમાં હેવી વીજપોલ અને વીજ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેતીની જમીનને નુકસાન થઈ રહ્યું છે.

જમીન અને વળતરના મુદ્દે રોષ

ખેડૂત આગેવાનોનું કહેવું છે કે વીજલાઈનના કામ દરમિયાન જમીનનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેના બદલામાં ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. આ મુદ્દે સરકાર અને સંબંધિત કંપનીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની માગ છે કે જમીનના ઉપયોગ બદલ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ ખેતી અને પશુપાલન ક્ષેત્રને વધુ સહાય આપવામાં આવે.

વિવિધ માંગણીઓ સાથે સરકારને રજૂઆત

રેલીમાં જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને મફત વીજળી, દેવા માફી, પાકના યોગ્ય ભાવ, પાક વીમાની અસરકારક અમલવારી તેમજ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો આપવાની માગ પણ ઉઠાવી છે. ઉપરાંત નકલી બિયારણ અને ખાતરના સતત વધી રહેલા ભાવના મુદ્દે પણ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર કૂચ માટે ખેડૂતો તૈયાર

આયોજકોના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યે શાંતિપુરા ચોકડીથી ટ્રેક્ટર યાત્રાની શરૂઆત થશે અને ગાંધીનગર પહોંચીને ખેડૂતોની વિવિધ માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો આ અધિકાર યાત્રામાં જોડાયા છે.

આ પણ વાંચો- Breaking News : મધ્યમ વર્ગ પરિવારની અવની ચાવડાનું અંડર-19માં BCCI દ્વારા સિલેક્શન થયું

Follow Us