AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોપલ ડ્રગ્સ કેસમાં મોટા સમાચાર, કસ્ટમ વિભાગે 186 જેટલા પાર્સલ જપ્ત કર્યા હોવાનો ખુલાસો

બોપલ ડ્રગ્સ કેસમાં મોટા સમાચાર, કસ્ટમ વિભાગે 186 જેટલા પાર્સલ જપ્ત કર્યા હોવાનો ખુલાસો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 11:55 AM
Share

Bopal Drugs Case : વંદિત પટેલે 186 જેટલા પાર્સલોમાં 32 કિલો અમેરિકન ગાંજો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.અલગ અલગ છ જગ્યાઓ પરથી વંદિતે ડ્રગ્સ મંગાવ્યું હતું.

AHMEDABAD : અમદાવાદના બોપલ હાઇપ્રોફાઇલ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે.અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે કસ્ટમ વિભાગે સીઝ કરેલા પાર્સલની વિગતો મેળવી છે.જેમાં વંદિતે 186 જેટલા પાર્સલોમાં 32 કિલો અમેરિકન ગાંજો મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે.અલગ અલગ છ જગ્યાઓ પરથી વંદિતે ડ્રગ્સ મંગાવ્યું હતું.સીઝ કરેલાં 186 ડ્રગ્સના પાર્સલો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, વાપી, અમરેલી, રાજકોટ, ખેડા, મહેસાણા, વ્યારા, વલસાડનાં અલગ અલગ નામ સરનામાં મળી કુલ 160થી પણ વધારે સરનામાં પર ડિલિવર થવાના હતા.

આ પાર્સલોમાં અમેરિકન ગાંજા ઉપરાંત એમ.ડી.એમ.એ, મેથીલીન-ડાયોક્ષ, સાયકોટ્રોપીક સબસ્ટન્સ, શંકાશીલ ગાંજો, વ્હાઇટ પાઉડર જેવા ડ્રગ્સ મળીને 32 કિલો અમેરિકન પાર્ટી ડ્રગ્સ છે. એસઓજી દ્વારા નામદાર કોર્ટને રિપોર્ટ કરી કસ્ટમ વિભાગ પાસેથી સીઝ કરેલા 186 પ્રતિબંધિત ડ્રગ્સ પાર્સલો મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે.

અમદાવાદના બોપલ ડ્રગ્સ કેસના તાર છેક અમેરિકાસુધી પહોંચ્યા હતા. આરોપી વંદીત પટેલે કબુલાત કરી હતી કે તેણે કેલિફોર્નિયાના એર કાર્ગો મારફતે ડ્રગ્સ મંગાવ્યું હતું. તેમજ કસ્ટમદ્વારા વંદીત પટેલે મંગાવેલ પાર્સલ અંગે ખુલાસો કર્યો છે.આ કેસમાં હવે કસ્ટમ વિભાગ સક્રિય થયું હતું. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં વંદીત પટેલે 1000 થી વધુ પાર્સલ એર કાર્ગોથી મંગાવ્યા હતા. તેમજ તેમાંથી 800 થી વધુ પાર્સલ છોડાવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ બજારમાં ફરતું કર્યું હતું.

આ પણ વાંચો : SURAT :શહેરમાં ટ્રાફિક આઇલેન્ડ અને સર્કલ PPP ધોરણે વિકસિત અને મેન્ટેન કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી

આ પણ વાંચો : OMICRON : ગુજરાતમાં ઓમિક્રોન અંગે રાહતના સમાચાર, વિદેશથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ નેગેટિવ

g clip-path="url(#clip0_868_265)">