AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT :શહેરમાં ટ્રાફિક આઇલેન્ડ અને સર્કલ PPP ધોરણે વિકસિત અને મેન્ટેન કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી

Surat News : આ નવી પોલિસી આવવાથીસુરત મહાનગરપાલિકા માટે આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુરત મહાનગરપાલિકા મહત્તમ આવક તમામ ક્ષેત્રે મળી રહે તેવાં સતત પ્રયાસો થઇ રહ્યા છે.

SURAT :શહેરમાં ટ્રાફિક આઇલેન્ડ અને સર્કલ PPP ધોરણે વિકસિત અને મેન્ટેન કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી
SURAT NEWS
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 10, 2021 | 11:34 AM
Share

SURAT : શહેરમાં આવેલા ટ્રાફિક આઇલેન્ડ, સર્કલ, રોડ ડીવાઇડરો વગેરે લોકભાગીદારીથી સંચાલન માટે સોંપવા અંગેની નવી પોલિસી સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે. આ સાથે જ અગાઉ ટ્રાફિક આઇલેન્ડો, સર્કલો, સીએસઆર હેઠળ સોંપવા અંગેના તમામ ઠરાવો રદ્દ કરવામાં આવ્યા છે અને જનભાગીદારી (PPP)થી ટ્રાફિક આઇલેન્ડોનું સંચાલન સોંપવા માટેના નવા નિયમો ગઠિત કરવામાં આવ્યા છે.

આ નવી પોલિસી આવવાથીસુરત મહાનગરપાલિકા માટે આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુરત મહાનગરપાલિકા મહત્તમ આવક તમામ ક્ષેત્રે મળી રહે તેવાં સતત પ્રયાસો થઇ રહ્યા છે. જેના ભાગરૂપે આજે સ્ટેન્ડિંગ કમિટીએ ટ્રાફિક સર્કલો, આઇલેન્ડો જનભાગીદારીથી સોંપવા માટેની નવી પોલિસીની મંજૂરી આપી છે.

આ અંગે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે, સર્કલની ફાળવણી અંગેની પોલિસી નિયત કરવામાં આવી છે. જે મુજબ, સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે અને અરજદારોને ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 14 દિવસની છૂટ આપી સીલબંધ કવરમાં અરજદારે વાર્ષિક લાયસન્સ ફીની ઓફર જે જે તે ઝોનના કાર્યપાલક ઇજનેરને આપવાની રહેશે. અરજી સાથે સુરત મહાનગરપાલિકા કમિશનરના નામનો 10 હજાર રૂપિયાનો ડીમાન્ડ ડ્રાફ્ટ બિડાણ કરવાનો રહેશે.

આઇલેન્ડ, ચેનલાઇઝર રોડ, ડીવાઇડરનું સુશોભન નિભાવના ખર્ચ સહિતની તમામ જવાબદારી અરજદારની રહેશે. હયાત ટ્રાફિક આઇલેન્ડ ચેનલાઇઝર રોડ ડીવાઇડર નિભાવણીના હકો બે થી પાંચ વર્ષની મુદત માટે, જ્યારે અરજદાર તરફથી નવા બનાવવામાં આવનાર આઇલેન્ડોના હકો પાંચથી 10 વર્ષની મુદ્દત માટે આપવામાં આવશે.

અરજદારે જે તે રોડ , ઇન્ટરસેક્શન જંક્શનથી જીઓ મેટ્રિક ડીઝાઇન ટ્રાન્સપોર્ટેશન અર્બન પ્લાનિંગના તજજ્ઞ પાસે તૈયાર કરાવી માન્ય લાયસન્સધારક આર્કિટેક્ટ એન્જિનિયર મારફતે ડીઝાઇન મંજૂર કરાવી આગામી 10 વર્ષના ટ્રાફિક પેટર્નને ધ્યાનમાં લઇ થ્રીડી નક્શામાં બે – ત્રણ વિકલ્પ તૈયાર કરવાના રહેશે અને ડ્રોઈંગ સાથે અરજી કરવાની રહેશે.

કુલ એરિયાના 50 ટકા વિસ્તારમાં ફૂવારા માટે સિવિલ વર્ક કરી શકાશે જ્યારે અન્ય માટે કુલ એરિયાના 75 ટકા વિસ્તારમાં હોર્ટિકલ્ચર તથા 25 ટકા વિસ્તારમાં સિવિલ વર્ક કરવાનું રહેશે. એટલું જ નહીં, સર્કલ આઇલેન્ડ માટે સિક્યોરિટી ડીપોઝિટના દર પણ ચોરસ મીટર દિઠ નિયત કરવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">