અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી, 160 પૈકી માત્ર 80 જ હાજર- Video
અમદાવાદમાં ભાજપના મિસાવાસી સન્માન કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની નોંધપાત્ર ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપના કુલ 160 કાઉન્સિલરોમાંથી માત્ર 80 જેટલા કાઉન્સિલરો જ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેના કારણે સંગઠનના નેતાઓમાં નારાજગી જોવા મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઓછી હાજરીને લઈને છેલ્લા […]
અમદાવાદમાં ભાજપના મિસાવાસી સન્માન કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની નોંધપાત્ર ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપના કુલ 160 કાઉન્સિલરોમાંથી માત્ર 80 જેટલા કાઉન્સિલરો જ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેના કારણે સંગઠનના નેતાઓમાં નારાજગી જોવા મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઓછી હાજરીને લઈને છેલ્લા કેટલાક સમયથી અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સતત ગેરહાજર રહેતા કાઉન્સિલરોની યાદી તૈયાર કરવા માટે પણ સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આજના કાર્યક્રમમાં પૂરતી સંખ્યા દર્શાવવા માટે પ્રવેશદ્વાર પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમના સંચાલન અને આયોજનની જવાબદારી પણ યુવા મોરચાને સોંપવામાં આવી હતી.
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કેટલાક કાઉન્સિલરો કાર્યક્રમ સ્થળે માત્ર ફોટોગ્રાફ્સ પડાવીને પરત ફરી ગયા હતા. જોકે, આ અંગે પક્ષ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. કાઉન્સિલરોની ઓછી હાજરીએ સંગઠનાત્મક શિસ્ત અને કાર્યકર્તાઓની સક્રિયતા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.
Input Credit- Ronak Varma- Ahmedabad
