Ahmedabadની એક સંસ્થા સાથે ધરમ કરતા ધાડ પડી, બી.જે. મેડિકલ કોલેજ સામે લાખો રુપિયા ચુકવ્યાનો લગાવ્યો આરોપ
જરા વિચારો કે કોઈ તમારા ઘરમાં રહે અને ભાડુ ન ચુકવે તો. આવું જ કંઈક દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન સાથે થયું છે. આ સંસ્થા સાથે ધરમ કરતા ધાડ પડી જેવી સ્થિતિ સર્જાઇ છે.
સરકારના આરોગ્ય વિભાગે (Department of Health) અમદાવાદ(Ahmedabad)ની એક સંસ્થાની ચિંતા વધારી દીધી છે. આ સંસ્થાએ બી.જે. મેડિકલ કોલેજ (B.J. Medical College)ની વિદ્યાર્થિનીઓને રહેવા માટે રૂમ આપ્યા. પરંતુ તેનું ભાડું કે ખર્ચ ચુકવાયો નથી. સ્થિતિ એવી છે કે સંસ્થાને હવે મદદને બદલે માત્ર આશ્વાસન મળી રહ્યું છે. આ સંસ્થા સેવા કરવા જતા મુશ્કેલીમાં મુકાઈ છે.
જરા વિચારો કે કોઈ તમારા ઘરમાં રહે અને ભાડુ ન ચુકવે તો. આવું જ કંઈક દિગ્વિજય લાયન્સ ફાઉન્ડેશન સાથે થયું છે. આ સંસ્થા સાથે ધરમ કરતા ધાડ પડી જેવી સ્થિતિ સર્જાઇ છે. સંસ્થાનો આરોપ છે કે બીજે મેડિકલની વિદ્યાર્થિનીઓ માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં યોગ્ય હોસ્ટેલ ન હોવાથી તેમની સંસ્થાએ વિદ્યાર્થિનીઓને રૂમ આપ્યો. તો બીજીબાજુ બીજે મેડિકલ દ્વારા આ સંસ્થા સાથે જ ઠગાઈ કરવામાં આવી અને રૂપિયા 48 લાખની ચૂંકવણી કરાઈ નથી.
સંસ્થાના લોકો બીજે મેડિકલને આ અંગે કહે છે તો તેઓ આરોગ્ય વિભાગ સાથે વાત કરવાનું કહે છે અને આરોગ્ય વિભાગ પાસે પુછાતા આશ્વાસન સિવાય કંઈ મળ્યું નથી. જેથી સંસ્થાના લોકો સેવા કરવા જતા સલવાયા છે. હદ તો ત્યારે થઈ જ્યારે 48 લાખના ચેકને બદલે માત્ર 16 લાખનો ચેક અપાયો. હાલ સંસ્થાની મદદે નથી સરકાર આવી રહી કે બીજે મેડિકલ દ્વારા કોઈ મદદ મળી રહી નથી. અગાઉ પ્રતિ રૂમ રૂપિયા 400 ભાડુ નક્કી કરાયું હતું, પરંતુ બીજે મેડિકલે રૂપિયા 100 લેખે ભાડું નક્કી કર્યું. જે સંસ્થાને પરવડે તેમ નથી.
આવું ભાગ્યે જ બન્યું હશે કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ સંસ્થાની મિલકત પર આ રીતે કબજો જમાવવામાં આવ્યો હોય. આ સેવા હાલ સંસ્થા માટે ગળાનું હાડકું બની ગયું છે. જેનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ છે.
આ પણ વાંચો-
રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા, છેલ્લા 2 વર્ષમાં માત્ર 1,278 યુવાનોને સરકારી નોકરી મળી
આ પણ વાંચો-