રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા, છેલ્લા 2 વર્ષમાં માત્ર 1,278 યુવાનોને સરકારી નોકરી મળી
રાજ્ય સરકારના આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ, કચ્છ અને ડાંગ એમ કુલ 16 જીલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી.
લાખો યુવાનોને નોકરી આપવાના રાજ્ય સરકારના (State Government)દાવાઓ પોકળ સાબિત થયા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર (Unemployed)નોંધાયા. જયારે 17,816 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા. છેલ્લા બે વર્ષમાં માત્ર 1,278 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. ભરૂચ, નર્મદા, તાપી સહિત 16 જિલ્લામાં એક પણ યુવાનને સરકારી નોકરી મળી નથી. સૌથી વધુ બેરોજગારો વડોદરા જિલ્લામાં નોંધાયા 26,921. અમદાવાદ જિલ્લામાં 26,628, આણંદ જિલ્લામાં 22 હજારથી વધુ અને રાજકોટ જિલ્લામાં 18,977 હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યના પૂછેલા સંકલિત પ્રશ્નોમાં સરકારે લેખિત જવાબ આપ્યો છે.
વિધાનસભામાં (Assembly)પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે, છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 3,64,252 બેરોજગારો નોંધાયેલા છે, જેમાં 3,46,436 શિક્ષિત બેરોજગારો અને 17,816 અર્ધશિક્ષિત બેરોજગારો નોંધાયેલા છે. જ્યારે આ દરમિયાન માત્ર 1278 બેરોજગારોને જ સરકારી નોકરી આપવામાં આવી છે.
રાજ્ય સરકારના આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, ખેડા, દાહોદ, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ડાંગ, કચ્છ અને ડાંગ એમ કુલ 16 જીલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, સરકાર દ્વારા લાખો લોકોને નોકરી આપવાના દાવા પોકળ સાબિત થયા છે. ઉપરાંત 10 વર્ષના ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પણ ખોટા સાબિત થયા છે.
આ પણ વાંચો : Ahmedabad : નવી પાર્કિગ પોલિસીને લઇને વિપક્ષનો આક્ષેપ, સામાન્ય જનતા પર કરોડોનો બોજ વધશે
આ પણ વાંચો : Surendranagar: 80 ફુટના રોડ પર પ્રાથમિક સુવિધાઓનો આભાવ, મતદાનનો બહિષ્કાર કરવાની ચિમકી