AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ચંદ્રની સપાટી જેવા રસ્તાઓનું રિસરફેસિંગ શરૂ કર્યું AMC એ, આટલા કરોડનો થશે ખર્ચે

Ahmedabad: ચંદ્રની સપાટી જેવા રસ્તાઓનું રિસરફેસિંગ શરૂ કર્યું AMC એ, આટલા કરોડનો થશે ખર્ચે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 6:43 AM
Share

Ahmedabad: ચંદ્રની સપાટી જેવા રસ્તાઓને દિવાળી પહેલા સારા કરવાનું લક્ષ મુકીને કામગીરી શરુ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન તૂટેલા રસ્તાઓના રિસરફેસિંગનું કામ AMC એ શરૂ કર્યું છે.

લાગે છે કે દિવાળી પહેલાં અમદાવાદના રસ્તાઓ ચંદ્રની સપાટીમાંથી સુધરીને વિદેશ જેવા થઈ જશે. કેમકે કોર્પોરેશને આપેલા વચન પ્રમાણે રસ્તાઓને રિસરફેસ કરવાની કામગીરી શરૂ કરવામાં છે. આ માટે 225 કરોડના મંજુર કરેલા રોડના કામ તાકીદે શરૂ કરવા સૂચના અપાઈ છે. ખાસ કરીને કાઉન્સિલરો, ધારાસભ્યો અને સાંસદ સભ્યોના બજેટના કામો ઝડપથી શરૂ કરવા અને ગયા વર્ષના કામો પણ પૂરા કરવા તાકીદ કરી દેવાઈ છે.

બીજી તરફ ઢોર ખાતામાં ફરજ બજાવતા પીઆઇ લાંચ લેતા પકડાયા છે. તો આ બાદ કોર્પોરેશને હવે કામગીરીમાં કડકાઈનો નિર્ણય કર્યો છે. આ માટે પહેલાં તો ઢોર ખાતાના હથિયારધારી જવાનોને AMC માંથી રૂખસદ આપી નવા જવાનોને લાવવામાં આવશે. લાંબા સમયથી ઢોરખાતામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બદલવામાં આવશે. અને આ બાદ ઢોર પકડવાની કામગીરી સઘન કરવાનો પણ AMCએ નિર્ણય કર્યો છે.

ત્યારે ખરાબ રોડ અને ઢોરની સમસ્યા ભોગવતું મેટ્રો સીટી દિવાળી સુધી ખરેખરમાં સારી પરિસ્થિતિના દર્શન કરે છે કે એકમ એતો સમય જ બતાવશે. પરંતુ જાહેર છે કે દર ચોમાસે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા રોડ માટીની જેમ ધોવાઈ જાય છે. જેના કારણે અનેક અકસ્માત પણ થાય છે. હવે આ સમસ્યાના મુદ્દે ગુણવત્તા પર કામ કરીને સમસ્યા હલ ન કરવામાં આવે તો દર વર્ષે ત્યાંના ત્યાં જેવી જ પરિસ્થિતિ થશે.

 

આ પણ વાંચો: ગજબ કિસ્સો: કચ્છના 70 વર્ષના માજીએ આપ્યો દીકરાને જન્મ, દશકોની રાહ બાદ ખોળાના ખુંદનારને જોઈને ભાવુક થયું દંપતી

આ પણ વાંચો: 16 ઓક્ટોબરથી પર્યટકો માટે ખુલશે બોમ્બે હાઈકોર્ટની ઐતીહાસિક ઈમારત, 2018 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં મળ્યુ હતું સ્થાન

g clip-path="url(#clip0_868_265)">