રાજકોટની બેડી માર્કેટની ચૂંટણી પૂર્વે જયેશ રાદડિયાનો કથિત વિવાદિત વિડીયો વાયરલ

રાજકોટની બેડી માર્કેટની ચૂંટણી પૂર્વે જયેશ રાદડિયાનો કથિત વિવાદિત વિડીયો વાયરલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 12:38 PM

રાજકોટની બેડી માર્કેટયાર્ડની ચૂંટણી પૂર્વે કિસાન સંઘે જયેશ રાદડિયા મતદારોને દબાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.જયેશ રાદડિયાએ પડધરી તાલુકાના ફતેપર ગામમાં 3 દિવસ પૂર્વે આપેલા નિવેદનથી વિવાદ વકર્યો છે

રાજકોટની (Rajkot) બેડી માર્કેટયાર્ડની(Bedi Marketyard) ચૂંટણી પહેલા પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના નિવેદનથી વિવાદ વકર્યો છે. જયેશ રાદડિયાનો કથિત  વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકોને સંબોધતા જયેશ રાદડિયા કહે છે મતદારો જેને મત આપવો હોય તે આપે હું બે મહિના પછી પણ ક્યાં મત આપ્યો છે તે જોઈ શકીશ.

આ વીડિયો સામે આવ્યા બાદ કિસાન સંઘે જયેશ રાદડિયા મતદારોને દબાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.જયેશ રાદડિયાએ પડધરી તાલુકાના ફતેપર ગામમાં 3 દિવસ પૂર્વે આપેલા નિવેદનથી વિવાદ વકર્યો છે.કિસાન સંઘના આગેવાન દીલિપ સખિયાએ ચૂંટણી અધિકારીને મતની ગુપ્તતા જાળવવા અપીલ કરી છે.

આ સમગ્ર વિવાદ બાદ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ આક્ષેપનો પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા. જયેશ રાદડિયાએ કહ્યું કે સહકારી ક્ષેત્રના માળખાની સમજ ન ધરાવતા લોકો મીડિયામાં પ્રસિદ્ધી મેળવવા મથી રહ્યાં છે. ખેડૂત નેતા બનવા હવાતિયા મારી રહ્યાં છે. તો વાયરલ વીડિયો મુદ્દે કહ્યું કે મેં ક્યારેય કોઈ મતદારોને દબાવ્યા નથી.

આ પણ વાંચો : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

આ પણ વાંચો : નવરાત્રીમાં જોવા મળશે નવા હુલાહોપ ગરબા, જુઓ વિડીયો

Published on: Oct 04, 2021 11:16 AM
g clip-path="url(#clip0_868_265)">