અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

અમદાવાદમાં રોગચાળો એટલી હદે વકર્યો છે કે બે મહિનામાં જ 40 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. ચિકનગુનિયાના દર્દીમાં સાંધા જકડાઈ જવાની સમસ્યા મુખ્યત્વે જોવા મળે છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 10:07 AM

અમદાવાદમાં(Ahmedabad)  મચ્છરજન્ય રોગચાળો(mosquito-borne diseases ) વકર્યો છે. જેમાં અસારવા સિવિલ અને સોલા સિવિલની OPDમાં દૈનિક 150થી વધુ દર્દી આવી રહ્યા છે. જે પૈકી 50થી વધુ બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવે છે. જ્યારે તો આહનાના પ્રેસિડેન્ટે કહ્યું કે ખાનગી હોસ્પિટલમાં પણ રોજના 30થી 40 ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ નોંધાય છે.

અમદાવાદમાં રોગચાળો એટલી હદે વકર્યો છે કે બે મહિનામાં જ 40 લોકોના મોત પણ થઈ ચુક્યા છે. ચિકનગુનિયાના દર્દીમાં સાંધા જકડાઈ જવાની સમસ્યા મુખ્યત્વે જોવા મળે છે. પરંતુ પાછલા બે મહિનામાં ચિકનગુનિયાના દર્દીઓમાં ફેફસામાં ગંભીર ઈન્ફેક્શન પણ જોવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસથી રોગચાળો વકરતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં ડેન્ગ્યુના 1125 કેસ અને મેલેરીયાના 627 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બિન સત્તાવાર આંક તો આથી પણ વધુ હોવાની પ્રબળ સંભાવના વ્યકત કરાઈ છે.

શહેરના વિવિધ રહેણાંકોમાંથી પાણીના લેવામાં આવેલા 202 સેમ્પલનો ક્લોરિન રિપોર્ટ નીલ આવ્યો છે. બેક્ટોરોયોલોજીકલ ટેસ્ટમાં પાણીના ૧૫૫ સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે.

આંકડાની વાત કરીએ તો જાન્યુઆરી-2020થી સપ્ટેમ્બર-2020 સુધીમાં મેલેરીયાના કુલ 436 કેસ નોંધાયા હતા. આ વર્ષે આ સમય દરમ્યાન મેલેરિયાના કુલ 627 કેસ નોંધાયા છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ 255 કેસ નોંધાયા હતા.આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 1125 કેસ નોંધાયા છે.

આ  પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ભીખુભાઇ દલસાણીયાના શુભેચ્છા સમારંભમાં હાજરી આપી

આ  પણ વાંચો : નવરાત્રીમાં કલબો અને પાર્ટી પ્લોટમાં ગરબાના આયોજન માટે કલાકારોની માંગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">