tV9 ગુજરાતીએ પ્રસારીત કરેલા ધારદાર અહેવાલની બાદ નેશનલ હાઈવે ઓથોરિટીની આંખ ખૂલી છે અને ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલી મસમોટી તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. 2 દિવસ અગાઉ TV9 ગુજરાતીએ હાઇવે પર પડેલ મોટી તિરાડોનો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ બાદ નેશનલ હાઇવે ઓથોરિટીએ હાલ રીપેરીંગ કામગીરી હાથ ધરી છે. ભદ્રોડ નજીકના બ્રિજ પર મોટી તિરાડ અને ખાડા પૂરવાની કામગીરી હાથ ધરાઈ છે. આજે સવારથી રીપેરીંગના સાધનો તેમજ કારીગરોએ કામગીરી હાથ ધરી છે.
અહી એટેચ વીડિયોમાં આપ જોઈ શકો છે કે TV9 ગુજરાતીના અહેવાલ પહેલા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેની મોટી મોટી તિરાડો અને ખાડાઓ પડેલા હતા. નેશનલ હાઈવે બિસ્માર હાલતથી સ્થાનિકોમાં હેરાન પરેશાન હતા. ત્યારે નાગરીકોને પડી રહેલી મુશ્કેલી અને પ્રશ્નોનોના અહેવાલ પ્રસારીત કર્યા બાદ આજે નેશનલ હાઈવે ઓથોરિટીએ કામગીરી શરૂ કરી છે. ભાદ્રોડ નજીકના બ્રિજ પર તિરાડોને અને હાઈવે પર પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરાઈ.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:46 pm, Mon, 16 September 24