Ahmedabad : ફરી કોરોનાએ માથું ઉંચક્યુ, NID કેમ્પસમાં 24 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ

Ahmedabad : ફરી કોરોનાએ માથું ઉંચક્યુ, NID કેમ્પસમાં 24 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા ખળભળાટ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 10:31 AM

પાલડીના NID કેમ્પસમાં 3 દિવસમાં જ 24 જેટલા વિદ્યાર્થીઓ કોરોના (Corona Case) સંક્રમિત મળી આવ્યા છે. રવિવારે કરાયેલા 147 કોરોના ટેસ્ટ પૈકી 16 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા.

અમદાવાદના પાલડી વિસ્તારના પ્રસિદ્ધ NID કેમ્પસમાં કોરોના કેસનો (Corona Case) વિસ્ફોટ થયો છે. પાલડીના NID કેમ્પસમાં 3 દિવસમાં જ 24 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. રવિવારે કરાયેલા 147 કોરોના ટેસ્ટ પૈકી 16 પોઝિટિવ મળ્યા હતા. મોટા પ્રમાણમાં આરોગ્ય વિભાગ(Health Department) દ્વારા NIDના 165 વિદ્યાર્થી, 180 વિદ્યાર્થિનીઓ અને 100 જેટલા સ્ટાફની તપાસ કરવામાં આવશે.આ ટેસ્ટિંગ (Corona Test)દરમિયાન વધુ કેટલાક વિદ્યાર્થીઓ કે સ્ટાફ કોરોના સંક્રમિત મળે તેવી શક્યતા છે.NID કેમ્પસમાં મળેલા કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગનાને કોઈ લક્ષણ નથી.

આ તમામ વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આઈસોલેટ કરાયા છે. તો બીજી તરફ NID કેમ્પસના ન્યુ બોયઝ હોસ્ટેલ અને સી-બ્લોકમાં કુલ 167 રૂમને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન હેઠળ મુકાયા છે. NIDની શૈક્ષણિક (Education Activity)કામગીરી પણ હાલ સ્થગિત કરવામાં આવી છે.

ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવશે

NID કેમ્પસમાંથી મળેલા કેટલાક કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ વિદેશના છે.જેમની ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવશે. NIDનો એક વિદ્યાર્થી 22 તારીખે દીવ ગયો હતો.જે બાદ NIDમાં 3 તારીખે ડીનર પાર્ટી અને 4 તારીખે સામૂહિક મૂવી શૉ યોજવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણમાં આ વિદેશી વિદ્યાર્થી કે દીવ ગયેલા વિદ્યાર્થી દ્વારા સંક્રમણ ફેલાયું હોવાનું અનુમાન છે.

Published on: May 09, 2022 10:30 AM
g clip-path="url(#clip0_868_265)">