અમદાવાદ શહેરમાં CNG નો ઠેકો ધરાવનાર અદાણી ટોટલ ગેસે, પ્રતિ કિલોએ રૂ.1.50નો કર્યો ભાવ વધારો
અમદાવાદ શહેરમાં સીએનજી અને પીએનજી ગેસ પુરો પાડવાનો ઠેકો લઈને બેઠેલ અદાણી ટોટલ ગેસે, આજે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયો દોઢનો વધારો કર્યો છે. છેલ્લે અદાણી ટોટલે સીએનજીના ભાવમાં ઘટાડો કર્યા બાદ, ઉતરોતર ત્રીજીવારનો આ ભાવ વધારો છે.
ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ ભેગા થઈને કરેલા હુમલાને પગલે, મધ્ય પૂર્વના દેશોમાથી ભારત આવતા સીએનજી, એલપીજી, પીએનજી ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેને લઈને આખા અમદાવાદમાં સીએનજી ગેસનું વ્યાપક નેટવર્ક ધરાવતા અદાણી ગેસે, એકાએક દોઢ રુપિયાનો વધારો ઝીંકી દીધો છે. જેના કારણે અમદાવાદમાં હવે અદાણી ગેસનો ભાવ પ્રતિ કિલોએ 88 રૂપિયાને 77 પૈસા થયો છે. આ ગેસ ભાવ વધારાના પગલે, અમદાવાદમાં ઓટોરીક્ષા ચાલકો પણ ભાડા વધારો કરે તો નવાઈ નહીં.
અમદાવાદ શહેરમાં સીએનજી અને પીએનજી ગેસ પુરો પાડવાનો ઠેકો લઈને બેઠેલ અદાણી ટોટલ ગેસે, આજે સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયો દોઢનો વધારો કર્યો છે. છેલ્લે અદાણી ટોટલે સીએનજીના ભાવમાં ઘટાડો કર્યા બાદ, ઉતરોતર ત્રીજીવારનો આ ભાવ વધારો છે. એકવાર ભાવ ઘટાડો કર્યા બાદ, આજના વધારા સહિત કૂલ 2.60 પૈસાનો વધારો થયો છે. આજે સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ હવે એવી આશંકા સેવાઈ રહી છે કે, આગામી દિવસોમાં અદાણી ટોટલ ગેસ દ્વારા પીએનજીના ભાવમાં પણ વધારો કરશે. આ વધારો અમદાવાદ શહેરના લાખ્ખો વપરાશકારોના માથા ઉપર ઝીંકવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે.