આજનું હવામાન : અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. બુધવારથી રાજ્યભરમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. બુધવારથી રાજ્યભરમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 22, 23, 24 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 તારીખે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 અને 24 તારીખ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થયું છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે પણ વરસાદને લઈને આગાહી કરી છે. સાયક્લોનિક સિસ્ટમને કારણે વિવિધ જિલ્લામાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.
અરબ સાગરમાં લો પ્રેશર સર્જાતા વરસાદ પડશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 4 થી 5 ઈંચ વરસાદ ખાબકવાનું અનુમાન કરવામાં આવ્યું છે. અલ નીનો બાદ ગુજરાત હવે લા નીનોની અસર હેઠળ જોવા મળે છે. ગ્લોબલ વૉર્મિંગને લીધે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.