Surat : 21 વર્ષથી ફરાર વોન્ટેડ ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટરની મુંબઈથી ધરપકડ, જુઓ Video

Surat : 21 વર્ષથી ફરાર વોન્ટેડ ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટરની મુંબઈથી ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 25, 2025 | 2:24 PM

સુરતમાં લૂંટના ગુનામાં હથિયારો આપનારો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર 21 વર્ષથી ફરાર વોન્ટેડ ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટરની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે.

સુરતમાં લૂંટના ગુનામાં હથિયારો આપનારો વોન્ટેડ આરોપી ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર 21 વર્ષથી ફરાર વોન્ટેડ ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટરની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2004માં લિંબાયત પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધાયો હતો. વર્ષ 2004માં તેના ઓળખીતા આરોપીને હથિયારો આપ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 4 તમંચા, 2 રિવોલ્વર અને 23 કાર્ટીઝ આપ્યા હોવાની કબૂલાત કરી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં અન્ય આરોપી સાથે મળી મોટા વેપારીના ત્યાં લૂંટનો ઈરાદો હતો. લૂંટ કરે તે પહેલા જ પોલીસે અન્ય આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા. લૂંટને અંજામ આપવા માટે હથિયારો આરોપીએ પૂરા પાડ્યા હતા. કુખ્યાત બેહરા ગેંગનો સાગરીત આરોપી હતો. પોલીસથી બચવા દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં નાસતો ફરતો હતો. પોલીસને જાણ થતા જ તાત્કાલિક મુંબઈ જઈ આરોપીને ઝડપી લીધો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો