હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડું આવી શકે, જુઓ Video
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આગામી 24 કલાકમાં અરબ સાગરમાં વાવાઝોડાની (Cyclone Biparjoy) સંભાવના છે. પોરબંદરના દક્ષિણે અરબ સાગરમાં વાવાઝોડાની શક્યતાને લઈ દક્ષિણ પોરબંદરથી 1160 કિલોમીટર દૂર ડિપ્રેશન સક્રિય થયું છે. અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના છે.
Ahmedabad: એક તરફ દેશ અને ગુજરાતમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. તો બીજી તરફ ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. અરબ સાગરમાં આવનારા દિવસોમાં વાવાઝોડું (Cyclone Biparjoy) સર્જાવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે. પોરબંદરના દક્ષિણે અરબર સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે. પોરબંદરથી લગભર 1160 કિલોમીટર દૂર ડિપ્રેશન સક્રિય છે..જે અરબ સાગરમાં લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગોવા, મુંબઇ, પોરબંદર, કરાચીમાં વાવાઝોડાનું કેન્દ્ર બની રહ્યું છે.
આ પણ વાંચો: પોલીસે 117 CCTV અને 300થી વધુ મજૂરોની તપાસ કરીને હત્યારાને શોધ્યો, મિત્રએ જ કરી હતી મિત્રની હત્યા
હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ઉત્તર પશ્ચિમ તરફ ડિપ્રેશન બનીને વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં જોવા મળી શકે છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું અલર્ટ અપાયું છે. તો બીજી તરફ સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને પોરબંદરના પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
