Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોડાસા નજીક ST અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 3ના મોત, 42 ઘાયલ, જુઓ

મોડાસા નજીક ST અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 3ના મોત, 42 ઘાયલ, જુઓ

| Updated on: Jun 01, 2024 | 2:17 PM

એસટી અને ખાનગી બસ અકસ્માતની ઘટનામાં 42 લોકોને ઈજાઓ પહોંચી છે. જેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજગ્રસ્તોને બંને બસના પતરા બુલડોઝરથી તોડીને બહાર નિકાળવામાં આવ્યા હતા. જેથી ઝડપથી સારવાર માટે મોકલી શકાય. વધુ ગંભીર 12 મુસાફરોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

અરવલ્લીના મોડાસાથી માલપુર સ્ટેટ હાઈવે પર સાકરીયા નજીક એસટી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં સ્થળ પર જ બે લોકોના અને એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનામાં 42 લોકોને ઈજાઓ પહોંચી છે. જેમને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઈજગ્રસ્તોને બંને બસના પતરા બુલડોઝરથી તોડીને બહાર નિકાળવામાં આવ્યા હતા. જેથી ઝડપથી સારવાર માટે મોકલી શકાય. વધુ ગંભીર 12 મુસાફરોને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાને પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. જેઓએ ઘટનામાં ઘાયલોને તુરતજ સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં અકસ્માત કેવી રીતે સર્જાયોએ દ્રશ્યો પણ જોઈ શકાય છે. ઘટનાને પગલે સ્થાનિક ડીવાયએસપી સહિત નિવાસી અધિક ક્લેકટર સહિતના અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

 

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 01, 2024 02:16 PM
g clip-path="url(#clip0_868_265)">