Rajkot : કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત, ઘટનાના CCTV સામે આવ્યા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. રાજકોટમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વખત રાજકોટમાં અકસ્માતની ઘટના સામે આવી હતી. રાજકોટમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જાગનાથ વિસ્તારમાં એક્ટિવા ચાલક કારની અડફેટે આવ્યો હતો. બંને વાહનચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે વાહનોની સ્પીડ ઓછી હોવાથી જાનહાની ટળી છે.
કાર અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત
ઉલ્લેખનીય છે કે રફતારના કહેર દેશભરમાં જોવા મળ્યો છે. ત્યારે રાજકોટમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો છે. એક્ટિવા ચાલક જમીન પર પટકાતા ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જો કે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે.
