GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી, જુઓ વીડિયો
રાજ્યભરમાં ABVP દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યા છે. ABVP દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં પણ આવી જ રીતે વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરીને સાડા પાંચ કરી દેવાતા રોષ વ્યાપ્યો છે.
GMERS કોલેજમાં ફીનો વધારો કરવાને લઈ હવે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. રાજ્યભરમાં ABVP દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યા છે. ABVP દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદમાં પણ આવી જ રીતે વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરીને સાડા પાંચ કરી દેવાતા રોષ વ્યાપ્યો છે.
આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવેતો ઉગ્ર આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓએ આપી છે. વિદ્યાર્થીઓને આ ફી પોષાઈ શકે એમ નથી અને આ માટે વિરોધ રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના સોલામાં આવેલી GMERS મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ આવેદન પત્ર આપ્યું હતુ.
