આજે ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફરશે, મુખ્યપ્રધાને વડાપ્રધાન મોદીનો માન્યો આભાર

જેમ જેમ તણાવ વધતો ગયો અને રશિયન આક્રમણનો ખતરો વધુ વાસ્તવિક બન્યો, ત્યારે દૂતાવાસે એક ઓનલાઈન ફોર્મ પ્રસારિત કર્યું. જે અંતર્ગત યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Feb 26, 2022 | 8:36 AM

Russia Ukraine War : યુક્રેન અને રશિયા વચ્ચે હાલ યુદ્ધ ચાલી રહ્યુ છે અને યુદ્ઘગ્રસ્ત યુક્રેન(Ukraine)માં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે મોદી સરકારે તૈયારી કરી છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) જાહેરાત કરતા કહ્યું છે કે, આજે ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થી(Students)ઓ સ્વદેશ પરત ફરશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે યુક્રેનથી પરત ફરી રહેલા ગુજરાતની વિદ્યાર્થીઓ વિશે જણાવ્યુ છે કે, આ વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારે બે વિમાનની વ્યવસ્થા કરી છે. પ્રથમ ફ્લાઇટમાં ગુજરાતના 100 વિદ્યાર્થી પરત ફરી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અને નોડલ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્લીથી આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત રેસિડેન્ટ કમિશનરને જવાબદારી સોંપાઇ છે. મુંબઇથી આવતા વિદ્યાર્થીઓ માટે જીયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશનરને જવાબદારી સોંપાઇ છે. બીજી તરફ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓ હેમખેમ વતન પરત લાવવાની વ્યવસ્થા કરવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો.

 

એવું કહેવામાં આવ્યું છે કે લગભગ 20 હજાર ભારતીયો હજુ પણ યૂક્રેનમાં ફસાયેલા છે. આ યાદીમાં ઘણા એવા વિદ્યાર્થીઓ છે જેઓ ત્યાં અભ્યાસ કરવા ગયા હતા. કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં મેડિકલ વિદ્યાર્થીઓને બંકરોમાં છુપાઈ જવાની ફરજ પડી છે. આ કારણોસર હવે ભારત સરકાર દ્વારા બચાવ અભિયાનને વધુ તેજ કરવામાં આવી રહ્યું છે.

યુક્રેનમાં ભારતીય દૂતાવાસ અનુસાર, હાલમાં યુક્રેનના વિવિધ ભાગોમાં લગભગ 15,000 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે. જેમ જેમ તણાવ વધતો ગયો અને રશિયન આક્રમણનો ખતરો વધુ વાસ્તવિક બન્યો, ત્યારે દૂતાવાસે એક ઓનલાઈન ફોર્મ પ્રસારિત કર્યું. જે અંતર્ગત યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો-

Devbhumi dwarka: કોંગ્રેસની ચિંતન શિબિરનો બીજો દિવસ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહેશે

આ પણ વાંચો-

ભારતના પ્રથમ હેરિટેજ શહેર અમદાવાદનો આજે સ્થાપના દિવસ, હજુ પણ અમદાવાદમાં જીવિત છે પોળનું કલ્ચર

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati