અમરેલી : મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી બંધ ! પગાર ન મળતા ઓપરેટરોએ કરી અચોક્કસ મુદતની હડતાળ
અમરેલી મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવાઇ છે.અને તમામ ઓપરેટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.મહત્વનું છે કે ખાનગી એજન્સી દ્વારા કામ કરતા ઓપરેટરોએ આક્ષેપ કર્યા છે
અમરેલી મામલતદાર કચેરીઓમાં આધારકાર્ડની કામગીરી બંધ કરી દેવાઇ છે.અને તમામ ઓપરેટરો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે.મહત્વનું છે કે ખાનગી એજન્સી દ્વારા કામ કરતા ઓપરેટરોએ આક્ષેપ કર્યા છે કે 5 મહિના કરતા વધુનો સમય થયો છતાં પણ તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી. જેને લઇ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.ત્યારે જિલ્લાના તમામ મથકોના મામલતદાર કચેરીના ઓપરેટરો હડતાળ પર ઉતરી ગયા છે.અને તાત્કાલિક પગારની ચૂકવણી થાય તેવી માગ કરી છે.
તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને રૂપિયા 5થી 10 લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઇવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400થી 500 જેટલા ટ્રક ચાલકો હાલ ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
