જલારામ બાપાના ધર્મપત્ની વિરબાઇમાંની 219મી જન્મજયંતિ નિમીત્તે 64 કિલો બાજરાના રોટલા સાથે નીકળી શોભાયાત્રા- Vidoe
જલારામ બાપાના ધર્મપત્ની વિરબાઈમાની આજે 219મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. આ નિમીત્તે રાજકોટના આટકોટમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. જલારામ મંદિર દ્વારા 64 કિલોના બાજરાના લોટનો રોટલા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
જ્યા બટકુ રોટલો ત્યાં હરી ટુકડો આ જ પંક્તિને આત્મસાત કરેલા અન્નપૂર્ણાના બીજા અવતાર સમાન જલારામ બાપાના ધર્મપત્ની વિરબાઇમાની 219મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રાજકોટના જસદણના આટકોટમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. જામનગરના જલારામ સેવા ટ્રસ્ટ અને શ્રી જલારામ મંદિર દ્વારા 64 કિલોના બાજરાના લોટનો રોટલો બનાવવામાં આવ્યો. સાથે જ ભવ્ય શોભાયાત્રા યોજાઈ. જન્મજયંતિની ઉજવણી સાથે અન્નકુટ દર્શન, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું.
64 કિલો બાજરાના રોટલા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. એટલું જ નહીં સૌરાષ્ટ્રભરમાંથી ભક્તજનો ઉજવણી દરમિયાન ઉમટી પડ્યાં હતા અને ભક્તોએ મંદિરમાં ભવ્ય અન્નકૂટ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. ઉલ્લેખનીય છે કે. અગાઉ 64 કિલો બાજરાના રોટલો બનાવાનો રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની બુકમાં નોંધાયો છે.
આ 54 કિલોના રોટલાને બનાવવા માટે 17 લીટર પાણી, 35 કિલો બાજરાનો લોટ અને અઢી કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.