Chhotaudepur Rain : સંખેડા પાસે પાણીના પ્રવાહમાં મુસાફરો ભરેલી બસ ફસાઈ, 30 લોકોનું કરાયુ રેસ્ક્યૂ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ હતી.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ત્યારે છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ હતી. હાંડોદ ગામે આવેલા ટોકરી કોતરના રોડ પર બસ ફસાવાની ઘટના સામે આવી છે. રોડ પર પાણી ફરી વળતા મુસાફરો ભરેલી બસ ફસાઈ ગઈ હતી. 30થી વધુ મુસાફરો ખાનગી બસમાં સવાર હતા. ગામલોકોએ મુસાફરોને દોરડા વડે રેસ્ક્યૂ કરીને બચાવ્યા હતા.
હેરણ નદી બે કાંઠે વહેતી થઈ
ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરમાં ભારે વરસાદથી હેરણ નદી બે કાંઠે વહેતી જોવા મળી છે. બોડેલી તાલુકાના કોસીન્દ્રા ગામ પાસે ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા રામીડેમ છલોછલ ભરાતાં હેરણ નદીમાં જળસ્તર વધ્યા હતા.
