Dwarka : મહાશિવરાત્રીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ Video
આજે મહાશિવરાત્રી નિમિત્તે દ્વારકાના જગતમંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા. પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને અદભુત શણગાર કરવામાં આવ્યો છે.
આજે મહાશિવરાત્રી નિમિત્તે દ્વારકાના જગતમંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા હતા. પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશને અદભુત શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારથી જ ભક્તોનું મંદિરમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. ત્યારે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓએ ભગવાનના અનોખા શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.
નાગેશ્વર ધામમાં ભક્તોનો ધસારો
બીજી તરફ મહાશિવરાત્રીએ નાગેશ્વર ધામમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ભાવિકો ઉમટ્યાં છે. મોટી સંખ્યામાં ભક્તોએ મંગાળા આરતીના દર્શન કર્યાં છે. ભક્તોએ સ્વ હસ્તે જળાભિષેક અને શિવલિંગ પૂજાનો લાભ લીધો હતો. મહાશિવરાત્રીના અવસરે રાત્રે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. સમગ્ર ભવનાથ આજે શિવરાત્રીના દિવસે શિવમય બન્યું છે. સમગ્ર ભવનાથ મંદિરમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી છે.