Dahod : ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! રાજસ્થાન, મધ્ય પ્રદેશના એરપોર્ટ પર થશે કનેકટ, જુઓ Video

|

Nov 22, 2024 | 2:46 PM

દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા તંત્ર તૈયાર થયુ છે. જમીન સંપાદન બાદ હવે સરવેની કામગીરી હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ઝાલોદની આસપાસના 4 ગામનો સર્વે કરવામાં હાથ ધરવામાં આવ્યો છે. 

દાહોદ જિલ્લામાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા તંત્ર તૈયાર થયુ છે. જમીન સંપાદન બાદ હવે સરવેની કામગીરી હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ઝાલોદની આસપાસના 4 ગામનો સર્વે કરવામાં હાથ ધરવામાં આવ્યો છે.  એરપોર્ટ ઓથોરિટીના 3 અધિકારીના માર્ગદર્શન હેઠળ એરપોર્ટનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એરપોર્ટ ગ્રાઉન્ડ અને રન વે સહિતની માહિતી પણ દર્શાવવામાં આવી છે.

ઝાલોદની આસપાસના વાતાવરણનો કરાયો અભ્યાસ

આ સાથે જ  એરપોર્ટથી કયુ શહેર કેટલુ કિલોમીટર દૂર છે તે પણ નકશામાં દર્શાવવામાં આવ્યુ છે.  એરપોર્ટ બન્યા બાદ ઈન્દોર, ઉદયપુર, વડોદરા, અમદાવાદને કનેકટ થશે. ઝાલોદના ટાઢાગોળા ગામ નજીક નેશનલ કોરિડોર પાસે એરપોર્ટ બનશે. દાહોદનો એરપોર્ટ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન એરપોર્ટનું મધ્ય બિંદુ બનશે.

એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સર્વેમાં ભૌગોલિક સરવેમાં વિસ્તારના ફોટા, આબોહવા અને આસપાસના પ્રદેશનું વર્ણ કરવામાં આવ્યુ છે. બીજી તરફ સ્થાનિકો દ્વારા ઓરપોર્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Next Video