ઈડરના દરામલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ફાઈનલ મેચમાં મારામારી સર્જાઈ, બેને ગંભીર ઈજા, જુઓ
ઈડર તાલુકાના દરામલી પાસે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મારામારી થયાની ઘટના સામે આવી છે. ક્રિકેટ ટૂર્નામેન્ટમાં થયેલી બબાલને આખરે મામલો થાળે પાડવા માટે પોલીસ બોલાવવી પડી હતી. પરંતુ વાત આગળ વધી જતા ઘર્ષણનો મામલો મારામારીમાં પરીણમતા બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી. બંને ઘાયલ યુવાનોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દરામલી પાસે નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મારામારી થયાની ઘટના સામે આવી છે. ક્રિકેટ ટૂર્નામેન્ટમાં થયેલી બબાલને આખરે મામલો થાળે પાડવા માટે પોલીસ બોલાવવી પડી હતી. ક્રિકેટની રમત દરમિયાન મેદાન બહાર પહોંચેલો બોલ પરત નહીં આપવાને લઈ બોલાચાલી થઈ હતી. સામાન્ય વાતનું ઘર્ષણ વધી જતા આખરે મામલો મારામારીનો સર્જાયો હતો.
મેચ જોવા માટે ભદ્રેસર ગામના યુવાનો દરામલી આવ્યા હતા. આ દરમિયાન બંને ગામના યુવાનો વચ્ચે દડાને લઈ બોલાચાવી સર્જાઈ હતી. પરંતુ વાત આગળ વધી જતા ઘર્ષણનો મામલો મારામારીમાં પરીણમતા બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી. બંને ઘાયલ યુવાનોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ફાઈનલ મેચ રમાઈ રહી હતી એ વેળા આ ઘટના સર્જાઈ હતી. મારા મારીની ઘટનાને લઈ જાદર પોલીસે 10 લોકોની સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ