Rajkot : જેતપુરના દેરડી ધારમાં શ્વાનનો ત્રાસ, 4 વર્ષની બાળકીને શ્વાને ભર્યા બચકાં, જુઓ Video

| Edited By: | Updated on: Aug 12, 2025 | 2:32 PM

હૃદય હચમચી જાય તેવી આ ઘટના રાજકોટના જેતપુર પંથકમાંથી સામે આવી છે. જેતપુરના દેરડી ધારમાં શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. 4 વર્ષની બાળકની શ્વાને બાળકીને બચકાં ભર્યો છે.

હૃદય હચમચી જાય તેવી આ ઘટના રાજકોટના જેતપુર પંથકમાંથી સામે આવી છે. જેતપુરના દેરડી ધારમાં શ્વાનનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. 4 વર્ષની બાળકની શ્વાને બાળકીને બચકાં ભર્યો છે. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાઈ હતી. સ્થાનિકોએ રખડતા શ્વાનોને પકડવાની માગ કરી છે.

જેતપુરના દેરડી ધારમાં શ્વાનનો ત્રાસ

ઉલ્લેખનીય છે કે જેતપુરના દેરડી ધાર આવાસ યોજના પાસે નાની બાળકી રમતી હતી તે સમયે શ્વાને બચકાં ભર્યા હતા. 4 વર્ષની બાળકીને શ્વાને ગળાના ભાગે બચકાં ભરતાં તે ગંભીર રીતે ઘવાઈ હતી. ઈજાગ્રસ્ત બાળકીની જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર કરવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે દેરડી આવાસ યોજનામાં શ્વાનનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. તેમણે રખડતા શ્વાનોને પકડવાની માગ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો