Gandhinagar: સતત બીજા દિવસે કલોલમાં ઝાડા-ઉલટીના વધુ 88 કેસ નોંધાયા, 14 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી સારવાર હેઠળ
મંગળવારે કલોલમાં ઝાડા-ઊલ્ટીમા 60 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે એક બાળકનું મોત (DEATH) થયું છે. આ કોલેરાનો રોગચાળો વકર્યો હોવાનું નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી.
ગાંધીનગર જિલ્લાના કલોલમાં (KALOL) રોગચાળા (Epidemic)એ માથું ઉચક્યું છે. સતત બીજા દિવસે પણ ઝાડા-ઉલટી (Diarrhea-vomiting) ના વધુ 88 કેસ નોંધાયા છે. 88 દર્દીઓમાંથી 14 દર્દીઓને સારવાર માટે ખસેડાયા છે. મોડે મોડે જાગેલા તંત્રએ ડ્રેનેજની કામગીરી શરૂ કરી છે. 30 ટીમ બનાવી ઘરે ઘરે સર્વે શરુ કર્યો છે.
કલોલ રેલવે પૂર્વ વિસ્તારમાં તેજાનંદ સહિત અનેક સોસાયટીમાં ઝાડા-ઉલ્ટીના કેસો નોંધાઇ રહ્યા છે. કલોલમાં નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. નવા વિસ્તારોમાંથી એટલે કે કલોલના મધ્યમાં આવેલી સોસાયટીઓમાંથી પાણીજન્ય રોગચાળાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. સતત બીજા દિવસે પણ ઝાડા-ઉલટીના વધુ 88 કેસ નોંધાયા છે. જેમાંથી 14 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. કલોલમાં રોગચાળો વધતા તંત્ર દ્વારા 30 ટીમ બનાવી 2921 ઘરોમાં સર્વે હાથ ધરાયો છે. પાણીનું સુપર ક્લોરીનેશન કરવા માટે આરોગ્ય તંત્રએ આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે મંગળવારે કલોલમાં ઝાડા-ઊલ્ટીમા 60 જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે એક બાળકનું મોત (DEATH) થયું છે. આ કોલેરાનો રોગચાળો વકર્યો હોવાનું નિષ્ણાતોએ શંકા વ્યક્ત કરી હતી. જ્યારે આ દર્દીઓને સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેજનંદ સોસાયટી, સરસ્વતી સોસાયટી, પ્રભુનગર દિવડા સોસાયટીનાં વિસ્તારમાં પીવાની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થતાં રોગચાળો વકર્યો છે. કોલેરા કેસ વધતાં નગરપાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, આરોગ્ય અધિકારીએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આરોગ્ય ટીમ (Health team)દ્વારા તમામના લોહીના નમૂના લઈને સર્વેલન્સ શરૂ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. ઘટના અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કમિશ્નર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હોવાનું જણાવ્યું.
આ પણ વાંચો-
અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદા સામે સરકારની હાઇકોર્ટમાં અરજી, દોષિતોને થયેલી ફાંસીની સજાના કન્ફર્મેશન માટે કરી અરજી
આ પણ વાંચો-