Gandhinagar: સત્યાગ્રહ છાવણીમાં મહિલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું
મહિલા દિવસ નિમિત્તે સત્યાગ્રહણ છાવણીમાં પોલીસે કાર્યક્રમની મંજૂરી આપી હતી. આ સભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ઉશ્કેરણીજનક પ્રવચન કર્યા હતા અને કોંગ્રેસના મહિલા કાર્યકરોએ વિધાનસભા કૂચ કરવા માટે ઉશ્કેર્યા હતા.
ગાંધીનગર(Gandhinagar) સત્યાગ્રહ છાવણીમાં મહિલા કોંગ્રેસના(Congress) કાર્યકરો અને પોલીસ(Police) વચ્ચે જોરદાર ઘર્ષણ થયું મહિલા કોંગ્રેસ અગ્રણી પ્રગતિ આહિર સહિત 25થી વધુ કાર્યકરો ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવા તરફ આગળ વધતા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના મહિલા કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મહિલા દિવસ નિમિત્તે સત્યાગ્રહણ છાવણીમાં પોલીસે કાર્યક્રમની મંજૂરી આપી હતી. આ સભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ઉશ્કેરણીજનક પ્રવચન કર્યા હતા અને કોંગ્રેસના મહિલા કાર્યકરોએ વિધાનસભા કૂચ કરવા માટે ઉશ્કેર્યા હતા. જેમાં સત્યાગ્રહ છાવણીમાં સભા બાદ મહિલા કોંગ્રેસ કાર્યકરોએ મોટી સંખ્યામાં કૂચ શરૂ કરતા જ પોલીસે સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી.આ ઘર્ષણ દરમિયાન મહિલા પોલીસ અને કોંગ્રેસના કેટલાક કાર્યકરોને ઈજા પણ થઈ છે.
મહિલા કોન્સ્ટેબલોને પણ ઇજા પહોંચી
આ દરમ્યાન ગાંધીનગરના એસ.પી. મયુર ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસેને માત્ર મેદાનમાં મહિલા દિવસની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. તેમજ જ્યારે કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં આવતા હતા. તેમજ સભા સમાપ્ત થયા બાદ કોંગ્રેસ કાર્યકરોએ વિધાનસભા ઘેરાવ માટે કુચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના લીધે પોલીસે તેમને અટકાવ્યા હતા. તેમજ આ ઘર્ષણમાં પોલીસના પણ કેટલાક જવાનો અને મહિલા કોન્સ્ટેબલોને પણ ઇજા પહોંચી છે.
મહિલા કોંગ્રેસ કાર્યકરોના પોલીસ પર ગંભીર આક્ષેપો
બીજી તરફ મહિલા કોંગ્રેસ કાર્યકરોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે.કાર્યકરોનો આરોપ છે કે, પોલીસ અધિકારીઓએ મહિલા આગેવાનોને અપશબ્દો કહ્યા હતા.એટલું જ નહીં પુરુષ પોલીસે મહિલા કાર્યકર્તાઓ પર હાથ ઉપાડ્યો હોવાનો કૉંગ્રેસ દ્વારા આક્ષેપ થયા છે. મહિલા દિવસ પર જ પોલીસે મહિલા પર અત્યાચાર કર્યાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો : Surat: હાર્દિક પટેલે અલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયા સાથે કરી બેઠક, નવા જૂનીનાં એંધાણ
આ પણ વાંચો : Kheda: વિશ્વ મહિલા દિવસની ઉજવણી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોએ શોષણ પ્રતિકાર દિવસ તરીકે કરી