પાટણમાં રુપાલાના વિરોધમાં 3 જિલ્લાના ક્ષત્રિયો એકઠાં થશે, મહાસંમેલનને લઈને પોલીસ તંત્ર સતર્ક, જુઓ Video

રાજપૂતોનો વિરોધ આટલા બધા દિવસથી ચાલી રહ્યો છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ વિરોધની જ્વાળા વધુ ફેલાય રહી છે. રાજ્યના ખૂણેખૂણે ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાની વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.પાટણમાં આજે રૂપાલાના વિરોધમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2024 | 12:50 PM

રાજપૂતોનો વિરોધ આટલા બધા દિવસથી ચાલી રહ્યો છે. જેમ જેમ સમય જઈ રહ્યો છે તેમ તેમ વિરોધની જ્વાળા વધુ ફેલાય રહી છે. રાજ્યના ખૂણેખૂણે ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાની વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.પાટણમાં આજે રૂપાલાના વિરોધમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાવાનું છે.

આ પણ વાંચો-ગુજરાતમાં ગરમીની સાથે રોગચાળાએ માથુ ઉચક્યુ, 108 ઈમરજન્સી સર્વિસને 7 હજારથી વધુ બીમારીના કોલ મળ્યાં, જુઓ Video

પાટણમાં આજે ક્ષત્રિય સંમેલનમાં 5 હજાર ક્ષત્રિયો એકઠાં થશે. રૂપાલાના વિરોધમાં ત્રણ જિલ્લાના ક્ષત્રિયોનું આજે મહાસંમેલન યોજાવાનું છે. બપોરે 4 કલાકે ક્ષત્રિય સમાજની મહાસભા યોજાશે. ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે. મહાસંમેલનને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક છે. પાટણ કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">