Surat News : કાર રિવર્સ લેતા સ્કૂલ વાન ચાલકે ધ્યાન ન આપ્યુ, 5 વર્ષનું બાળક કચડાઇ જતા મોત, જુઓ Video
સુરત સિંગણપોર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી સ્કૂલ વાન સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે સ્કૂલ વાન રિવર્સ લેતી વખતે અડફેટે આવતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું.
સુરત સિંગણપોર વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને જઈ રહી હતી સ્કૂલ વાન સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી સોસાયટી ખાતે સ્કૂલ વાન રિવર્સ લેતી વખતે અડફેટે આવતા 5 વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું. શારદા સ્કૂલની વાન નંદનવન સોસાયટીમા બાળકોને લેવા ગઈ હતી. તે સમયે અકસ્માત સર્જાયો હતો.
સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સિંગણપોર રોડ ખાતે આવેલ નંદનવન સોસાયટીમા પારસભાઈ નાહિગરા પરિવાર સાથે રહે છે. પારસભાઈ રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાન પૈકી 5 વર્ષીય શ્લોક સોસાયટીમાં રમી રહ્યો હતો. તે સમયે શારદા સ્કૂલની વાન સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવી હતી.
વાન ચાલક વાન રિવર્સ લઈ રહ્યો હતો. તે સમયે વાનની પાછળ શ્લોક આવી ગયો હતો. જેથી તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવને પગલે સિંગણપોર પોલીસે વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ (ઉ.વ 45, રહે. કતારગામ દરવાજા)ને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં પરિવારના એકના એક પુત્રના મોતથી શોકનો માહોલ સર્જાયો હતો.