Surat News : જાહેર સ્થળ પર ઉભેલી કારના કાચ તોડી ચોરી કરતી નેલ્લોર ગેંગ સકંજામાં, 5 આરોપીની ધરપકડ, જુઓ Video
સુરતમાં ગિલોલની મદદથી કારના કાચ તોડી કારમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરનાર આંધ્ર પ્રદેશની નેલ્લોર ગેંગ ઝડપાઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે અડાજણ રામજી ઓવારા પાસેથી નેલ્લોર ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી છે.
સુરતમાં ગિલોલની મદદથી કારના કાચ તોડી કારમાં રહેલી કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરનાર આંધ્ર પ્રદેશની નેલ્લોર ગેંગ ઝડપાઇ છે. સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે અડાજણ રામજી ઓવારા પાસેથી નેલ્લોર ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ પાંચેય લોકો ગુજરાતના જાહેર અને ધાર્મિક સ્થળોએ ફરી લોકોની ગાડીઓને ટાર્ગેટ કરતા હતા. જેમાં ગાડીના બોનેટના નીચેનો ભાગ હોય ત્યાં ઓઈલ ટપકે છે તેમ કહીં લોકોનું ધ્યાન ભટકાવી પાછળથી સમાન ચોરી કરતા હતા.
નેલ્લોર ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરી
પોલીસે તેમની પાસેથી ઓઈલ ભરેલી બોટલ, હેરપીન, રબર બેન્ડ, ચોકલેટ રેપર વડે બનાવેલા ગિલોલ, સ્ટીલના નાના છરા સહિતની વસ્તુઓ કબજે કરી છે. આ સાથે જ સુરતના ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુના, વરાછા, ખટોદરા, ઉધના, સરથાણા અને મહીસાગર લુણાવડા પોલીસ મથકમાં નોંધાયેલા 7 ગુના મળી તેમજ આરોપીઓએ કબુલાત કરેલા 14 મળી કુલ 21 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
