Ahmedabad: ATM કાર્ડ બદલીને ઠગાઈ કરનાર 4 શાતિર ચોર પોલીસના સકંજામાં, જુઓ Video
છેલ્લા બે મહિનામાં આરોપીઓએ 21 જેટલા ગુનાને અંજામ આપ્યો છે. લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી, શખ્સોએ ખોખરા વિસ્તારમાં એક વડીલ પાસેથી ATM કાર્ડ ચેન્જ કરીને 1 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. જે બાદ પોલીસમાં ફરિયાદ થતા 90 CCTVની તપાસ કરાઇ અને આરોપીને ઝડપી લેવાયા છે.
ચોર ગમે તેટલા શાતિર હોય,આખરે પોલીસના સકંજામાં આવી જ જાય છે. આવા જ 4 શાતિરોને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યા છે. અમદાવાદમાં ATMમાં પૈસા કાઢવા જતા વડીલો પાસેથી મદદના બહાને પૈસા પડાવી લેનાર શખ્સોને પોલીસે ઝડપી લીધા છે.
પકડાયેલા આરોપીઓમાં સન્ની સાંસી, સોનું સાંસી, મનીષ સાંસી અને કમલસિંહ કુશવાહ સામેલ છે. તેમની પાસેથી પોલીસે 52 ATM, 2 સ્વાઇપ મશીન, 5 મોબાઇલ સહિત 33 હજાર રોકડ પણ જપ્ત કરી છે. આ શખ્સો મૂળ હરિયાણાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ શાતિર શખ્સો ATM બહાર નજર રાખતા અને ATMમાં પૈસા કાઢવા આવતા વડીલોને ટાર્ગેટ કરતા અને વડીલો પાસે જઇને મદદ કરવાના બહાને પિન જાણીને કાર્ડ બદલી નાંખતા, ત્યારબાદ પૈસા કાઢીને ફરાર થઇ જતા હતા. કેટલીક વખત કાર્ડ લઇને સ્પાઇપ મશીનથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા.
છેલ્લા બે મહિનામાં આરોપીઓએ 21 જેટલા ગુનાને અંજામ આપ્યો છે. લોકો સાથે લાખોની છેતરપિંડી આચરી, શખ્સોએ ખોખરા વિસ્તારમાં એક વડીલ પાસેથી ATM કાર્ડ ચેન્જ કરીને 1 લાખથી વધુની રકમ ઉપાડી લીધી હતી. જે બાદ પોલીસમાં ફરિયાદ થતા 90 CCTVની તપાસ કરાઇ અને આરોપીને ઝડપી લેવાયા.
આ પણ વાંચો- નીતિન પટેલની દાવેદારી પરત ખેંચાયા બાદ હવે મહેસાણા બેઠક પર કોનો દાવો મજબૂત?
ઉલ્લેખનીય છે, હરિયાણાના રહેવાસી શખ્સો ગુનો આચરવા અલગ-અલગ શહેરોમાં જતા હતા.જ્યાં ભાડે હોટેલ કે મકાન રાખીને આસપાસના વિસ્તાર વિશે જાણતા, ત્યારબાદ ગુનાને અંજામ આપતા હતા. જો કે હવે પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો