Vadodara : પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Nov 24, 2024 | 11:14 AM

ગુજરાતમાં પણ દિવસે દિવસે ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડના કેસમાં વધારો થતો જાય છે. ત્યારે વડોદરામાં બનેલા ડિજિટલ એરેસ્ટના કેસમાં સાયબર ક્રાઈમને સફળતા મળી છે. સાયબર ક્રાઈમે 4 આરોપીની ધરપકડ કરી છે.

દેશમાં છેલ્લા કેટલાક સમયથી ડિજિટલ એરેસ્ટની ઘટનાઓમાં વધારે સામે આવી રહી છે. ત્યારે વડોદરામાં ડિજિટલ એરેસ્ટના કેસમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે લેટર પણ મોકલ્યો હતો. ખોટા કેસની ધમકી આપીને ફરિયાદી પાસેથી 32.50 લાખ પડાવ્યા હતા.સાયબર ક્રાઈમે આરોપીને ઝડપીને ફરિયાદીના રુપિયા રિકવર કર્યા હતા.

ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ જોગવાઈ કાયદામાં નથી – પોલીસ કમિશનર

મહત્વનું છે કે પોલીસ કમિશનરે નાગિરકોને અપીલ કરતા કહ્યું કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ જોગવાઈ કાયદામાં નથી.અજાણ્યાં નંબરથી ફોન આવે અને પોલીસ અધિકારીઓની ઓળખ આપે તો તાત્કાલિક સાયબર ક્રાઈમને જાણ કરો.જેથી આરોપીઓને તાત્કાલિક પકડી શકાય.

આટલું ધ્યાન રાખો.. સતર્ક રહો

  • કોઈપણ શંકાસ્પદ ફોન લાગે તો તરત કટ કરી દો.
  • અજાણ્યો કોલ પર કોઈ પણ અંગત માહિત શેર ન કરો.
  • બેન્ક ડિટેઈલ કે અન્ય માહિતી કોઈને પણ ઓનલાઈન ન આપો.
  • વ્યક્તિગત કે નાણાકીય વિગતો ક્યારેય શેર ન કરવી.
  • શંકાસ્પદ ફોન આવે તો તરત પરિવારને સભ્યને જાણ કરો.
  • ડરાવતા કે ધમકાવતા કોલ મામલે તરત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો.