થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં પોલીસ એક્શન મોડમા, શહેરભરમાં કડક ચેકિંગ
નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસે મેગા એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. ક્લબ, પાર્ટી પ્લોટ અને રસ્તાઓ પર કડક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું.
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની પૂર્વસંધ્યાએ શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ એક્શનમાં આવી છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેરભરમાં નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. શહેરની વિવિધ ક્લબો અને પાર્ટી પ્લોટમાં પોલીસ ટીમોએ તપાસ કરી હતી. બોપલ વિસ્તારમાં DJ પાર્ટીનું આયોજન કરનારી ક્લબમાં ખાસ ચેકિંગ કરવામાં આવ્યું, જ્યાં પાર્ટીમાં આવનારાઓની બ્રેથ એનેલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી.
આ ઉપરાંત પોલીસે હોટલોના વિવિધ રૂમ તેમજ પરમીટેડ વાઇન શોપમાં પણ ચકાસણી કરી છે. નશીલા પદાર્થોના સેવન અને ગેરકાયદે વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસ એલર્ટ બની છે અને થર્ટી ફર્સ્ટને લઈ તૈયાર કરાયેલા મેગા એક્શન પ્લાન મુજબ કાર્યવાહી ચાલુ છે.
Input Credit: Mihir Soni
