Gandhinagar : દુષ્કર્મના ઈરાદે બાળકીના અપહરણ બાદ હત્યા કરી, નરાધમે માતા-પિતા સાથે મળીને બાળકીને શોધવાનો કર્યો ઢોંગ, જુઓ Video
ગુજરાતમાં ફરી એક વખત હૈયું હચમચાવી દેવી તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગરના રાયપુરમાં 9 વર્ષની બાળકીની હત્યાની ઘટના સામે આવતા જ ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર પાડોશમાં રહેતો 30 વર્ષનો યુવક જ આરોપી નીકળ્યો છે.
ગુજરાતમાં ફરી એક વખત હૈયું હચમચાવી દેવી તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગરના રાયપુરમાં 9 વર્ષની બાળકીની હત્યાની ઘટના સામે આવતા જ ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર પાડોશમાં રહેતો 30 વર્ષનો યુવક જ આરોપી નીકળ્યો છે. અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી માસૂમને રહેંસી નાખી છે. દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીનું અપહરણ કર્યું. પકડાઈ જવાના ડરથી બાળકીની નિર્મમ હત્યા કરી. બાળકીના મૃતદેહને કોથળામાં ભરી ભંગારમાં સંતાડી દીધો હતો.
જૂની અદાવતમાં બાળકીની હત્યા !
પ્રાપ્તથતી વિગતો અનુસાર માતા-પિતા સાથે ફરીને નરાધમ આરોપીએ બાળકીને શોધવાનો પણ ઢોંગ કર્યો હતો. આરોપીએ પકડાઈ જવાના ડરથી અન્ય પાડોશીના ઘરે મૃતદેહ ફેંકી દીધી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટ રિપોર્ટ આવ્યા બાદ દુષ્કર્મ અંગે પુષ્ટિ થઈ શકે છે. પોલીસે 4 લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે ગત 12 તારીખથી બાળકી ગુમ થતા પિતા દ્વારા અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસ બાળકીને શોધી રહી હતી. જેનાથી ગભરાયેલો આરોપી બાળકીના મૃતદેહને સંતાડી ન શક્યો. એટલે તેણે પકડાઈ જવાની બીકે અન્ય પાડોશીના ધરે લાશને સંતાડવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસે આરોપીની કરતૂતનો પર્દાફાશ કરી આરોપી યુવક સહિત 4 લોકોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. જો કે તેણે બાળકી પર દુષ્કર્મ કર્યું છે કે નહીં તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે.