વડોદરા : હરણી બોટ દુર્ઘટના કેસમાં આરોપી નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર
હરણી બોટ દુર્ઘટનાના બિનીત કોટિયા, નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે પોલીસે નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના વધુ 8 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આરોપી બિનીત કોટિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં બે આરોપીના કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ રિમાન્ડ દરમિયાન પોલીસને પૂરતી માહિતી આપી નથી. તેથી પોલીસે વધુ 8 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે આરોપી નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મળતી માહિતી અનુસાર, હરણી બોટ દુર્ઘટનાના બિનીત કોટિયા, નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારે પોલીસે નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના વધુ 8 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આરોપી બિનીત કોટિયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો વડોદરાઃ મુખ્યને બદલે ભળતા નામના આરોપીને કોર્ટમાં રજૂ કરાયો, ફિલ્મી સ્ટોરી જેવી અદલાબદલી! જુઓ
Latest Videos