Kheda : અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત, જુઓ Video

| Edited By: | Updated on: Dec 04, 2024 | 10:25 AM

ખેડા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત થયા હતા.

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ખેડા વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી. વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે મોત થયા હતા.

અકસ્માતમાં 3 લોકોના મોત

અકસ્માત સર્જાતા 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કારનું ટાયર ફાટતા ડિવાઈડર કૂદી સામેની તરફ ટ્રક સાથે કાર ટકરાઈ હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. 5 વ્યક્તિઓમાંથી એક મહિલા અને 2 પુરુષના ઘટનાસ્થળે મોત થયા છે. નડિયાદ રુરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ ઘટનાસ્થળે છે. મૃતદેહોને નડિયાદ સિવિલિ હોસ્પિટલ લઈ જવાયા હતા.

જસદણના જુના પીપળિયા ગામ નજીક અકસ્માત

બીજી તરફ રાજકોટના જસદણના જુના પીપળિયા ગામ નજીક અકસ્માત થયો છે. કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કારે પલ્ટી મારી. અકસ્માતમાં કોઈ જાનહાની નથી. કારમાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતો. કાર ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો.